ચુકાદો:ચેક બાઉન્સના 2 કેસ,વેપારીને 3 માસ, અન્યને 1 વર્ષની સજા

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કાપડ વેપારીને માલ પેટે ચેક આપ્યો હતો
  • મિત્રએ ઉછીના નાણાં પેટે આપેલો ચેક બાઉન્સ

ચેક બાઉન્સના બે જુદા જુદા કેસમાં કાપડ વેપારીને 3 માસ જ્યારે એક મિત્રએ બીજા મિત્રને આપેલાં 6 લાખના કેસમાં કોર્ટે 15 માસની સજાનો હુકમ કર્યો હતો. કાપડ વેપારી સામે જુદા-જુદા 2 કેસમાં 3 માસની સજા અને દંડ ઉપરાંત વળતર મળી કુલ 12 લાખ ચૂકવવાનો હુકમ કર્યો હતો.

ફરિયાદી અમિત જીંદલ કાપડનો વેપાર કરે છે, આરોપી પકંજ બેદીએ વર્ષ 2018માં તેમની પાસે ઉધારમાં ડ્રેસ મટિરિયલની ખરીદી કરી હતી. જેના પેમેન્ટ પેટે આપેલાં ચેક બાઉન્સ થયા હતા. જેથી કોર્ટમાં દલીલો બાદ 3 માસ કેદની સજાનો હુકમ થયો હતો.ફરિયાદ તર્ફે કેતન રેશમવાલાએ દલીલ કરી હતી. અન્ય કેસ આરોપીની હાજરી વગર ચાલ્યો | અન્ય એક કેસમાં મહિધરપુરામાં રહેતા રમેશ મોરેએ પોતાના મિત્ર રિતેશ પાનવાલાને નાણાંની જરૂરિયાત પડતા 6 લાખ આપ્યા હતા.

જેની ઉઘરાણી કરાતા આરોપીએ ચેક આપ્યા હતા જે બાઉન્સ થતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં આરોપી સતત ગેરહાજર રહેતા તેની ગેરહાજરીમાં કોર્ટે 15 માસની સજા, 10 લાખ દંડ અને રકમ ન ભરે તો વધુ 5 માસ સજાનો હુકમ કર્યો હતો. આરોપીની ધરપકડ માટે બિન-જામીનપાત્ર વોરન્ટ પણ ઇશ્યુ કરવા તજવીજ હાથ ધરાઈ હતી. ફરિયાદી તરફે વકીલ જિજ્ઞેશ મનવાવાલાએ દલીલો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...