અંગદાન:2 બ્રેઈનડેડ દર્દીએ અંગદાન કરી 10 વ્યક્તિઓને નવજીવન આપ્યું

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બ્રેઈનડેડ છાયાબેન અને મનુભાઈના અંગોનું દાન કરાયું - Divya Bhaskar
બ્રેઈનડેડ છાયાબેન અને મનુભાઈના અંગોનું દાન કરાયું
  • બંને ડોનરને 22મી જુલાઈએ બ્રેઇનડેડ જાહેર કરાયા હતા

શહેરમાંથી એક જ દિવસે બે બ્રેઈનડેડ વ્યક્તિઓના અંગોનુ દાન કરી 10 વ્યક્તિઓને નવજીવન આપવામાં આવ્યું છે. ઉધના ગામ, દેસાઇ સ્ટ્રીટ, ગાયત્રી મંદિરની સામે રહેતા છાયાબેન ચેતનકુમાર દેસાઇ (58) તા. 17 જુલાઇના રોજ જમીને ટીવી જોતાં હતા ત્યારે એકાએક તબિયત બગાડતાં તેમને તાત્કાલિક ઉધનાની હોસ્પિટલ બાદ આઈએનએસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યારે બીજા બનાવમાં નવસારી નવાગામ, પટેલ ફળિયા ખાતે રહેતા મનુભાઈ છીબાભાઈ પટેલ (63)ને અજાણ્યા બાઈક ચાલકે ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. 22 જુલાઈએ બંનેને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. ડૉ.અનિરુધ્ધ આપ્ટેએ ડોનેટ લાઈફની ટીમને સંપર્ક કરતા ટીમે બંને પરીવારોને ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવ્યું હતું અને બંને પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા અમદાવાદની આઈકેડીઆરસીની ટીમે આવી છાયાબેન અને મનુભાઈના કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું. જ્યારે બંને વ્યક્તિના ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકે સ્વીકાર્યું. દાનમાં મેળવવામાં આવેલી ચાર કિડની અને બે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ છ જરૂરિયાતમંદ દર્દીઓમાં કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...