પર્દાફાશ:સુરતમાં IFB કંપનીની લિક્વિડ પાવડરનું ઉત્પાદન કરતા બે બોગસ કારખાનાઓ પર પોલીસની રેડ, 4 સામે ફરિયાદ નોંધાઈ

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પુણા ખાતે લિક્વિડ પાવડરનું ઉત્પાદન કરતા કારખાનાઓમાં રેડ કરી. - Divya Bhaskar
પુણા ખાતે લિક્વિડ પાવડરનું ઉત્પાદન કરતા કારખાનાઓમાં રેડ કરી.
  • સાઇબર ક્રાઇમમાં કોપિરાઇટની ફરિયાદ નોંધાવવામાં આવી

સુરતના પુણામાં આઇ.એફ.બી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીની જાણ બહાર તેના નામનું લિક્વિડ પાવડરનું ઉત્પાદન કરતા બે બોગસ કારખાનાઓ પર પોલીસે રેડ કરી લાખો રૂપિયાનો માલ ઝડપી પાડ્યો છે. પકડાયેલી મંડળી લિક્વિડ પાઉડર ઓનલાઈન ફ્લિપકાર્ટ ઉપર વેચાણ કરતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. કંપની દ્વારા ચાર ઈસમો સામે સાઇબર ક્રાઇમમાં કોપિરાઇટની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

સિમ્બોલ અને માર્કાની કોપી કરી પાવડરનું ઉત્પાદન કરતા હતા
પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ ગણપત નગરમાં રહેતા અમિત હરિકિશન ચૌધરીએ વેડ રોડ રિઓમ સોસાયટી ખાતે રહેતા રાહુલ જીતેન્દ્ર ખોખાર, યોગીચોક વર્ધમાન સોસાયટીમા રહેતા કેવળ હિંમત દુધાત અને પુણા ગામ મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતા બીપીન ૨મેશ દુધાત તેમજ રવિ મહેશ ડિયા સામે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ આપતાં જણાવ્યું હતું કે આ ચારેય આરોપીઓ પુણા ખાતે ગેરકાયદેસર રીતે અમિત ચૌધરીની આઇ.એફ.બી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીની પરવાનગી વગર અને કંપનીના પેટર્ન સિમ્બોલ તથા કલર માર્કાની કોપી કરી લિક્વિડ પાવડરનું ઉત્પાદન કરતા હતા અને આ પાઉડરનું ઓનલાઈન ફ્લિપકાર્ટ ઉપર વેચાણ કરતા હતા.

લિક્વિડ પાઉડર ઓનલાઈન ફ્લિપકાર્ટ ઉપર વેચાણ કરતા હતા.
લિક્વિડ પાઉડર ઓનલાઈન ફ્લિપકાર્ટ ઉપર વેચાણ કરતા હતા.

છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો
આ અંગે કંપનીને ખબર પડી હતી જેથી પૂના ખાતે લિક્વિડ પાવડરનું ઉત્પાદન કરતા કારખાનાઓમાં રેડ કરી હતી. ચાર વેપારીઓને ઝડપી પાડ્યા હતા. સાયબર ક્રાઇમ છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.