કાર્યવાહી:કતારગામની આધેડ મહિલાના આપઘાત કેસમાં 2ની ધરપકડ

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પુત્રવધુ- પુત્ર અને પતિના ત્રાસથી આધેડ મહિલાએ ઘરમાં ફાંસો ખાઈ લીધો હતો

કતારગામની આઘેડ મહિલાએ પુત્રવધુ- પુત્ર અને પતિના ત્રાસથી ઘરમાં ફાસો ખાઈ લીધો હતો. આ કેસમાં પોલીસે પુત્રવધુ અને પુત્રની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કતારગામ ખાતે ચીકુવાડી રોડ પર સીતારામ સોસાયટીમાં મનસુખ વાલજી વ્યાસ પત્ની કૈલાસબેન પુત્ર મેહુલ, પુત્રવધુ ખુશ્બુ સાથે રહે છે.

કૈલાશબેનની ઉંમર 50 વર્ષની છે. 12 નવેમ્બરના રોજ કૈલાસબેને પોતાના ઘરમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. કૈલાસબેનના પિતરાઈ ભાઈ મુકેશ કળસરિયાએ કૈલાશબેનના પતિ મનસુખ, દીકરો મેહુલ, પુત્રવધુ ખુશ્બુ અને મેહુલની સાસુ જ્યોત્સના ભીમજી વરિયા( સુમન સાર્થક,ડભોલી રોડ)વિરુદ્ધ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાની દુષ્પ્રેરણા અને માનસિક હેરાનગતીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર નાની-નાની વાતે પુત્ર-પુત્રવધુ અને પતિ ત્રાસ આપતા હતા અને હેરાન કરતા હતા.

આ ઉપરાંત એક વખત કૈલાસબેન અને પુત્રવધુ ખુશ્બુ વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો હતો. આ ઝઘડામાં ખુશ્બુને માતાએ કૈલાસબેન પાસે માફી મંગાવી હતી. આમ કૈલાસબેને ત્રાસીને ફાંસો ખાઈ લીધો હતો. પોલીસે ગુનો દાખલ કરીને આરોપી પુત્ર મેહુલ અને પુત્રવધુ ખુશ્બુની ધરપકડ કરી છે. તેમજ તેમના વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા અને માનસિક હેરાનગતીની ફરિયાદ નોંધવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...