કાર્યવાહી:ઈટાલિયાના ઘરે ભાજપ કાર્યકરો ઉપર હુમલો કરનાર 2 પકડાયા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે ઝડપી પાડેલા આરોપીઓમાં એક બિલ્ડર, બીજો જમીન દલાલ છે

મોટા વરાછામાં તુલસી રેસિડન્સીમાં રહેતા આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાના ઘરે ગત શનિવારે બપોરે હિંદુ યુવા વાહિનીના કાર્યકરો પહોંચી ગયા હતા. જેના કારણે આમ આદમી પાર્ટી અને હિંદુ યુવા વાહિનીના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી.

આ પ્રકરણમાં અમરોલી પોલીસે આપના બે કાર્યકરો 46 વર્ષીય વૃજલાલ ઉર્ફે વજુ ત્રિકમ ગાબાણી (ગોલ્ડકોઈન બિલ્ડિંગ, અબ્રામા, મૂળ રહે, મહુડીગામ, રાજકોટ) અને 40 વર્ષીય હિતેશ ભીખા કોશીયા (રિવર હેવન યુમના ચોક, મોટાવરાછા, મૂળ રહે, નારીતા ગામ, ભાવનગર)ની બુધવારે ધરપકડ કરવામાં આવી છે. આરોપી વૃજલાલ બિલ્ડર છે અને હિતેશ કોશીયા જમીનદલાલ છે. આ પ્રકરણમાં અમરોલી પોલીસમાં સામ-સામી ફરિયાદો દાખલ થઇ હતી. જે તે વખતે અમરોલી પોલીસે સોસાયટીના રહીશની ફરિયાદ લઈ હિંદુ યુવા વાહિનીના કાર્યકર અમિત આહિર અને વિકાસ આહિરની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...