હીરા-ટેક્સટાઇલ ઉદ્યોગમાં વેકેશન શરૂ:સુરતથી અમરેલી માટે 196 અને ભાવનગર માટે 254 બસો મૂકાઈ, 3 દિવસમાં 3 લાખ સૌરાષ્ટ્રવાસી વતન જશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌરાષ્ટ્ર માટે કુલ 653 બસો મુકાઈ, હજુ ભીડ વધશે તો બીજી 800 બસો મુકાશે

દિવાળી પર્વ પર શહેરના બજારોમાં ખરીદી ઉપડી છે ત્યારે શહેરમાં વસતા લાખો લોકો બસ,ટ્રેન અને ખાનગી વાહનો મારફતે માદરે વતન દિવાળી ઉજવવા જઈ રહ્યા છે. એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા 653 બસો ઉપાડવામાં આવી રહી છે અને કુલ 1500 બસો સુધીની તૈયારી રાખવામાં આવી છે.જયારે રોજની 700 ટ્રાવેલ્સ બસો મારફતે લોકો સૌરાષ્ટ્ર ભણી જઈ રહ્યા છે.

આવી જ રીતે ઉત્તરભારતીયો અને રાજસ્થાનીઓ માટે દોડનારી સ્પેશ્યલ ટ્રેનો હાઉસફૂલ છે. રોજની 7 ટ્રેનોમાં 11000થી વધુ મુસાફરો ઉત્તરભારત જઈ રહ્યા છે. અંદાજિત 50 હજારથી વધુ પરિવારો પોતાની કારમાં સૌરાષ્ટ્ર અને અન્ય ગંતવ્યો માટે ઉપડશે.31મીથી 3જી તારીખ દરમિયાન તમામ બસો અને ખાનગી વાહનોમાં હાઉસફૂલના પાટિયા લટકી રહ્યા છે.

5 ફેસ્ટિવલ સ્પેશ્યમ ટ્રેન જાહેર
1. બાંદ્રા ટર્મિનસ-ભુજ સાપ્તાહિક
2. બાંદ્રા ટર્મિનસ -ઓખા સ્પેશ્યલ
3. બાંદ્રા ટર્મિનસ -ઓખા સુપરફાસ્ટ
4. બાંદ્રા ટર્મિનસ -ભાવનગર ટર્મિનસ
5. બાંદ્રા ટર્મિનસ-બિકાનેર ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેન જાહેર કરવામાં આવી છે.

15 દિવસમાં 2 લાખથી વધુ લોકો ટ્રેન મારફતે ઉત્તર ભારત તરફ રવાના
દિવાળીના આગલા દિવસ સુધીમાં સુરતથી જ 2 લાખ જેટલા લોકો ઉત્તર ભારતના અલગ અલગ જિલ્લાઓ અને રાજયમાં પહોંચી ચુક્યા હશે.19મી ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધીમાં રોજની 7 ટ્રેનો પ્રમાણે 11000થી વધુ લોકો રોજે રોજ ઉત્તરભારત તરફ જઈ ચુક્યા હશે.

50 હજારથી વધુ લોકો પોતાની કારમાં સૌરાષ્ટ્ર ભણી
દિવાળી અગાઉના 3 દિવસ દરમિયાન રોજની 700થી બસો સૌરાષ્ટ્રના ગંતવ્યો તરફ જશે. શહેરમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ પૈકી અંદાજિત 50 હજાર કુટુંબો પોતાની કારમાં વતનની વાટ પકડશે.

સૌરાષ્ટ્ર જતી એસટી બસોમાં પહેલા જ દિવસે ભારે ભીડ
સુરત એસ.ટી.વિભાગ દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને લઈ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત જતા હજારો યાત્રીઓને વતન જવા માટે સુવિધા ઉપલબ્ધ થાય તે માટે તા.૩૦/૧૦/૨૧ થી તા.૩/૧૧/૨૧ દરમિયાન ૧૫૦૦ એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

એસટીથી 1 લાખથી વધુ લોકો સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત જશે
શહેરમાં રહેતા સૌરાષ્ટ્ર અને ઉત્તરગુજરાતના લોકોએ માદરે વતનની વાટ પકડી રહ્યા છે.ફક્ત એસટી મારફતે જ લગભગ 1 લાખ કરતા વધુ લોકો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અલગ અલગ ગામડાઓમાં જશે.એસટીના સુરત વિભાગના નિયામક સંજય જોશીના જણાવ્યા પ્રમાણે 653 બસોમાં અત્યારથી ગ્રુપ બુકીંગ અને એડવાન્સ બુકીંગ થઇ ચૂક્યું છે.

30મીથી 3જી તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટેની એસટી બસોની સંખ્યા

શહેરબસ
અમરેલી196
ભાવનગર254
બોટાદ54
રાજકોટ13
જૂનાગઢ21
ગીર સોમનાથ11
બનાસકાંઠા21
મહેસાણા21
પાટણ4
દાહોદ1
વડોદરા1
અન્ય સમાચારો પણ છે...