કાર્યવાહી:વડોદ બાળકી પર રેપ-હત્યા કેસમાં 19 સાક્ષી ચકાસાયા

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 19મી નવેમ્બરે વધુ 11 સાક્ષી ચકાસાશે

વડોદમાં અઢી વર્ષની બાળકી પર બળાત્કાર કરી તેની નિર્દયતા પૂર્વક હત્યા કરનારા મૂળ યુ.પી.ના રહેવાસી એવા હવસખોર ગુડ્ડુ યાદવ સામેના કેસમાં બુધવારે 19 સાક્ષીઓની સર-ઉલટ તપાસ થઈ હતી. હવે શુક્રવારના રોજ વધુ 11 સાક્ષી ચકાસાશે. જેમાં ફરિયાદી પણ સામેલ છે.

આ ઉપરાંત પોલીસના પંચો પણ ચકાસાશે. આજે સમગ્ર પ્રોસિઝર દરમિયાન મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા હાજર રહ્યા હતા. પોલીસે 7 જ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. દરમિયાન બુધવારે 22 સાક્ષીઓની ચકાસણી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...