તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વૈશ્વિક મહામારી:19 ટ્રેનો તંત્રએ અટકાવી: કોંગ્રેસ, મંજૂરી જે તે રાજ્ય આપે છે: તંત્ર

સુરત10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 97 ટ્રેનમાં 1.15 લાખ શ્રમિકો 8 કરોડનો ખર્ચ વતન ગયા

લોકડાઉનમાં શહેરમાં ફસાયેલા શ્રમિકોને તેમના વતન સ્પેશ્યિલ ટ્રેનથી મોકલાય રહ્યા છે. બુધવાર સુધીમાં સુરતથી ઓડિશા, ઝારખંડ, બિહાર સહિતના દેશના જુદા જુદા રાજ્યોની 97 શ્રમિક સ્પેશ્યિલ ટ્રેનમાં 1.15 લાખ પરપ્રાંતિયો રૂ. 8.05 કરોડનો ખર્ચ કરી પોતાના વતન ગયા છે. તેવામાં જ પરપ્રાંતિયોને મુસાફરી ખર્ચ નહીં કાઢવો પડે અને તેવો વતન પહોંચી જાય તે માટે કોંગ્રેસે કલેક્ટર પાસે ટ્રેનની મંજૂરી માંગી છે. પરંતુ કલેક્ટર મંજૂરી નહીં આપતા મામલો ગરમાયો છે. અહીં વાત એવી છે કે કલેક્ટરે પહેલા સુલતાનાપુર અને ફેઝાબાદ એમ બે ટ્રેનની મંજૂરી આપી હતી. તે પછી એકેય ટ્રેનની મંજૂરી આપી ન હતી. તેવામાં જ કલેક્ટર કોંગ્રેસની એક ડઝન જેટલી ટ્રેનને મંજૂરી આપી દેશે તો 19,200 શ્રમિકો વિના મૂલ્યે જશે. યૂથ કોંગ્રેસના પ્રવક્તા શાન ખાન જણાવે છે કે સુરતથી અમારી એક ડઝન ટ્રેનને કલેક્ટરથી મંજૂરી મળી નથી. અમને જણાવાયું છે કે હાલ નંબર આવ્યો નથી. જે સમયે આવશે તે સમયે જણાવી દેવાશે.

યુપીના આ જિલ્લા માટે ટ્રેન ચલાવવા માંગ
કોગ્રેસે કલેક્ટરને આવેદન આપ્યું છે કે, તેમને યુપીના સુલતાનાપુર, ફેઝાબાદ, ગોંડા, અયોધ્યા, પ્રયાગરાજ, બલિયા, ગોરખ પુર અને અમેઠી જેવા જિલ્લાની ટ્રેનની મંજૂરી માંગી છે. આ ટ્રેનની મંજૂરી મળશે તો હજારો શ્રમિકો પોતાના વતન વિના ફ્રીમાં પહોંચી જશે.

કોંગ્રેસે રાજકરણનો આક્ષેપ લગાડયો
ગુજરાત કોંગ્રેસના ચીફ સ્પોક પર્સન મનીષ જોશીએ જણાવ્યું કે, ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ, ભરૂચ, વલસાડથી અત્યાર સુધી આઠ ટ્રેન અમારી રવાના થઈ છે. જેમા વલસાડ અને સુરતમાં અમારી પાર્ટીના નેતા સાથે સ્ટેશન પર ખરાબ વર્તન થયું છે. જેને કારણે બીજેપી પર પ્રશ્ન ચિન્હ લાગી ગયું છે. શ્રમિકોને વતન મોકલવાની કામગીરીમાં રાજકારણ થઈ રહ્યું હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. 

97 ટ્રેન રવાના ફરી અસમંજમાં શ્રમિક
સુરતથી અત્યાર સુધીમાં 97 શ્રમિક સ્પેશ્યિલ ટ્રેન દોડાવાય રહી છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી ફોર્મ નંબર નથી આવ્યો. જેને કારણે શ્રમિક હેરાન પરેશાન છે. ગામડે જનારા લોકોને આવેદન ક્યાં કરવું તેની જાણ જ નથી. જેને કારણે એક ટિકિટના 900થી 1200 રૂપિયા મંગાય રહ્યા છે. કેટલાક લોકો તો ટ્રેનનો નંબર ન આવવાના કારણે પગપાળા વતન જવા માટે નીકળી પડ્યા છે. 

ટ્રેનોને મંજૂરી કલેકટરાલય નહીં પણ જે તે રાજ્ય દ્વારા અપાય છે : ડો.ધવલ પટેલ 
 સુરત કલેકટરાલયમાં 200 ટ્રેનોનું લિસ્ટ આવ્યું હશે, પરંતુ ટ્રેનોને મંજૂરી કલેકટરાલય આપતું નથી. ટ્રેન જે રાજ્યમાં જવાની હોય તે રાજ્ય મંજૂરી આપે છે. - ડો.ધવલ પટેલ, કલેકટર, સુરત 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો