પશ્ચિમ રેલવે અનઅધિકૃત મુસાફરીને રોકવા નિયમિત ટિકિટ ચેકિંગ ડ્રાઇવ ચલાવતા માસિક આવક છેલ્લા 5 વર્ષના રેકોર્ડને પાર થઈ ગઈ છે. 2100થી વધુ ટિકિટ ચેકિંગ સ્ટાફ સાથે એપ્રિલ 2021થી માર્ચ 2022 સુધીમાં ટિકિટ વગરની મુસાફરી અને બુકિંગ વગરના સામાનના 2.96 લાખ કેસમાં રૂ.19.35 કરોડની આવક થઈ હતી.
એપ્રિલ 2021 થી માર્ચ 2022 દરમિયાન હાથ ધરાયેલી તપાસમાં બિન-ટિકિટ/અનિયમિત મુસાફરીના લગભગ 18.87 લાખ કેસ મળી આવ્યા હતા. આ જ સમયગાળામાં આરક્ષિત ટિકિટ ટ્રાન્સફર કરવાના 9 કેસમાં 13000નો દંડ વસૂલાયો હતો. આ ઉપરાંત 784 ભિખારી અને 860 અનઅધિકૃત હોકર્સ પણ ઝડપાયા હતા, જેમાંથી 282 થી 116620 રેલવેને બાકી રકમ તરીકે વસૂલી હતી. 576 વ્યક્તિ સામે કાર્યવાહી કરી 1,65,870 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.