100થી વધુ ચોરી કર્યા પછી 2 રીઢાચોરોએ 3500 રૂપિયામાં કાર ભાડે કરી સરથાણા વિસ્તારમાં તમાકુંની દુકાનમાંથી પાન મસાલા, સિગારેટ સહિત 1.89 લાખનો સામાન ચોરી કર્યો હતો. આ ચોરીમાં ક્રાઇમબ્રાંચે બન્ને રીઢાચોરોને લસકાણા મેઇન રોડ પાસેથી પકડી પાડયા હતા. બન્ને ચોરો ચોરીનો માલ વેચવા માટે ભાડેની કારમાં નીકળ્યા હતા. સરથાણામાં ચોરી કરવા પહેલા ચોરોએ પહેલા રેલવે સ્ટેશન પરથી બાઇકની ચોરી કરી હતી. ક્રાઇમબ્રાંચે ચોરીનો ટોબેકોનો સામાન, કાર, ચોરીની બાઇક સહિત કુલ રૂપિયા 17.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પકડાયેલા ચોરોમાં એકનું નામ વૈભવ ઉમેદ સાંકરીયા(33)(રહે,શગુન રેસીડન્સી,કામરેજ) અને બીજાનું રાહુલ સોમા ઠાકોર(28)(રહે,લસકાણાગામ) છે. બન્ને ચોરોની મોડ્સ ઓપરેન્ડી એવી છે કે પહેલા બાઇકની ચોરી કરે પછી તે ચોરીની બાઇક પર દિવસ દરમિયાન રેકી કરે છે. ખાસ કરીને બન્ને ચોરો સીએની ઓફિસ તેમજ બંધ ઓફિસઓને ટાર્ગેટ કરી બારીની ગ્રીલ ખોલી ચોરી કરતા હતા.
બન્ને ચોરોએ અત્યાર સુધીમાં 100થી વધારે ચોરી કરી છે. જેમાંથી અમુક ચોરીમાં તો ફરિયાદ કરવામાં આવી ન હતી. રીઢો ચોર વૈભવ અગાઉ સુરતમાં 6 અને વડોદરામાં એક મળી સાત ચોરીમાં પકડાયો હતો. જયારે રાહુલ ઠાકોર સુરતમાં 7 ચોરીમાં તેમજ વડોદરા અને સુરતમાં બે વાર પાસામાં જેલમાં ધકેલાયો હતો ટોટલ તેની સામે જાહેરનામા ભંગ, ઘરફોડ, અને પાસા સહિતના 15 ગુનાઓમાં પકડાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.