મતદાન:સુરતની 14 બેઠક પર1808 પોલીસ અધિકારી-કર્મીઓએ મતદાન કર્યું

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્પેશિયલ પોલિંગ ફેસિલિટી હેઠળ મતદાનની વ્યવસ્થા કરાઇ

વિધાનસભાની ચૂંટણી વ્યવસ્થામાં રોકાયેલા સ્ટાફ માટે ચૂંટણી પંચ દ્વારા કરાયેલી સ્પેશ્યલ પોલિંગ ફેસિલીટી હેઠળ 23 અને 24 નવેમ્બરે પોલીસ માટે વોટિંગ કેમ્પની વ્યવસ્થા કરાઈ છે. પોલીસ તાલીમ ભવન ખાતે પોલીસકર્મીઓએ પોસ્ટલ મતદાન કર્યું હતું.

સુરતની 14 વિધાનસભા બેઠકના કુલ 1808 ઉચ્ચ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓએ પ્રથમ દિને બેલેટ પેપરથી મતદાન કર્યું હતું.24મીએ પણ મતદાન યોજાશે. સુરત ડિવિઝનના પોલીસ સ્ટેશનના પોલીસ શાખા, પોલીસ હેડ ક્વાર્ટરના પોલીસ અધિકારી/કર્મચારીઓએ મતદાન કર્યું હતું.

આ રીતે થાય છે પોસ્ટલ બેલેટથી મતદાન
ચૂંટણી ફરજના કર્મીઓનેે તેઓ જે મતવિસ્તારમાં મતદાર હોય તેના મતપત્રકો 4 દિવસ અગાઉ આપી દેવાય છે. મત આપી ‘આ મત તેમણે પોતે જ આપ્યો છે’ તેવું બાંહેધરીપત્રક ફોર્મ નં.13 કર્મચારીઓ ભરે છે. આ પોસ્ટલ બેલેટ રિટનિઁગ ઓફિસરોને આપી દે છે. આગામી તા.8મી ડિસેમ્બરે મતગણતરી યોજાશે ત્યારે રિટર્નીંગ ઓફિસર સૌપ્રથમ આ કર્મચારીઓના મતોની ગણતરી કરશે અને તે મુખ્યમતોમાં ઉમેરી દેવાશે.

અન્ય સમાચારો પણ છે...