આત્મહત્યા:કતારગામમાં બર્થ-ડેના દિવસે 18 વર્ષની યુવતીનો આપઘાત

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માતા દશામાંની આરતીમાં ગઈ, પિતા જન્મદિવસની ચોકલેટ લેવા ગયા હતા

કતારગામમાં યુવતીએ અનાજમાં નાખવાની ટીકડીઓ ખાઈ આપઘાત કરી લીધો હતો. કતારગામ બળવંત નગર સોસાયટીમાં રહેતા અને હીરાની મજૂરી કરતા રમેશભાઈ ઉનાગરની 18 વર્ષીય પુત્રી નેન્સીનો 28મીએ જન્મદિવસ હતો. આથી પિતા દીકરીના જન્મદિવસની ઉજવણી કરવા માટે ચોકલેટ લેવા માટેે ગયા હતા. જયારે માતા દશામાની આરતીમાં પડોશીને ત્યાં ગઈ અને મોટો ભાઈ ઘરની બહાર હતો. આ અરસામાં નેન્સીએ અનાજમાં નાખવાની ટીકડીઓ ખાઈ લીધી હતી.

માતા-પિતાએ દીકરીના જન્મદિવસથી ઉજવણી કરવા માટે ચોકલેટ લઈ ઘરમાં આવતા દીકરીને અર્ધ બેભાન જોઇ ચોંકી ગયા હતા. પરિવારજનો દીકરીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયા શુકવારે વહેલી સવારે દીકરીનું સારવાર દરમિયાન મોત થયું હતું. મરણજનાર નેન્સીએ કયા કારણથી પગલુ ભર્યુ તે અંગે પોલીસને હજુ સુધી જાણી શકી નથી. બનાવ અંગે કતારગામ પોલીસ આગળની તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...