વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ ખાતે મીડિયા બઝ-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ 18મીથી 20મી જાન્યુઆરી સુધી યોજાશે. જેમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં કોઈ પણ કોલેજના વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી ભાગ લઈ શકશે.વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ ખાતે ૧૮થી ૨૦ જાન્યુઆરી સુધી સુધી મીડિયા બઝ, ૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે. મીડિયા બઝમાં વિવિધ સ્પર્ધાઓ યોજાશે.
આ સ્પર્ધામાં હાયર સેકન્ડરી શાળાના વિદ્યાર્થીઓ અને કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે રજિસ્ટ્રેશન કરાવી શકે. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે. પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે આવનાર સ્પર્ધકોને ટ્રોફી સાથે સુવર્ણ, રજત અને કાંસ્ય પદક એનાયત કરવામાં આવશે.
18મી જાન્યુઆરીએ, વકતૃત્વ સ્પર્ધા, ફોટો ફીચર્સ, વાર્તાકથન, ક્રિએટિવ રાઇટિંગનો કાર્યક્રમ યોજાશે, 19મી જાન્યુઆરીએ આર.જે હંટ, પરંપરાગત ચિત્રકલા, જાહેરાત બનાવવી, મોનો એક્ટિંગ અથવા નુકકડ નાટકનું આયોજન કરાશે, 20મી જાન્યુઆરીએ, ઓન સ્પોટ રિપોર્ટિંગ, ટ્રેઝર હન્ટ અને શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. મીડિયા બઝ સ્પર્ધામાં ભાગ લેવા માટે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના માસ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરી શકાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.