તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:ક્રેડિટ કાર્ડ માટે એપ ડાઉનલોડ કરતાં 18 હજાર ઉપડી ગયા

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરોલી માણકી રેસિડન્સીમાં રહેતા હરિભાઇ મોતીસરીયાના મોબાઇલ પર 21મી નવેમ્બરે કોલ આવ્યો હતો. આ કોલ કરનારે તેમને ક્રેડિટ કાર્ડ ચાલુ રાખવા એપ ડાઉનલોડ કરવાનું કહ્યું હતું. ત્યારબાદ ફોન કરનારે તેમના ક્રેડિટ કાર્ડની વિગત માંગતા તેમણે ના પાડી હતી. ત્યારબાદે ગઠિયાએ ફોનમાં ક્રેડિટ કાર્ડનો ફોટો મોકલવા કહ્યું હતું. હરિભાઇએ આ ફોટો પાડી ગઠિયાનો મેસેજ ખોલતા જ તેમનો ફોન હેક થઇ ગયો હતો અને તેમના ખાતામાંથી રૂ.18,368 ટ્રાન્સફર થઇ ગયા હતા. હરિભાઇએ અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...