ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની મુખ્ય પરીક્ષા 28 માર્ચથી શરૂ થનારી છે. એવામાં જ તણાવ અનુભવતા વિદ્યાર્થીઓ અવિચાર્યું પગલું ભરી લેતા હોય છે કે પ્રયાસ કરતા હોય છે કે પછી વ્યસનના રસ્તે જતા હોવાની ફરિયાદો સાંભળવા મળે છે. આવી સ્થિતિને જોતા સાયકોલોજીસ્ટ અને થેરાપિસ્ટ ડો. ઉર્વેશ ચૌહાણે ધોરણ-10 અને 12ની સાથે અન્ય વિદ્યાર્થીઓ પરીક્ષાને લઇ શું વિચારે છે? શું વાસ્તવિકતા છે? શું હેરાનગતિ આવે છે? કે પછી વાંચન સમયે શું પ્રોબ્લેમ આવે છે? તે મામલે 505 વિદ્યાર્થીઓને પ્રશ્ન પુછીને સરવે કરાયો હતો. જેમાં 73.3% વિદ્યાર્થિની હતી તો 26.5% વિદ્યાર્થી હતા. ધો.10ના 27.1%, ધો.12ના 12.1% અને અન્ય ધોરણના 60.8% વિદ્યાર્થીઓ હતો.
તારણો- 61% વિદ્યાર્થીએ કહ્યું, માતા-પિતાની અપેક્ષાથી તણાવ અનુભવતા નથી
પ્રશ્ન | હા | ના |
પરીક્ષા આપવા તૈયાર છો? | 76.2 | 24 |
કોવિડ-19થી પરીક્ષાની તૈયારી પર કોઇ અસર? | 65.9 | 34 |
પોતાના પસંદગીના કાર્ય માટે સમય ફાળવો છો? | 48.5 | 52 |
વાંચેલું યાદ રાખવામાં તકલીફ પડે છે? | 69.1 | 31 |
પરીક્ષામાં વાંચેલું ભૂલી જવાનો ડર છે? | 81.6 | 18 |
વાંચેલું ના હોય અને તે પુછાશે તેવો ડર છે? | 82 | 18 |
હું મારા મિત્રો કરતા વાંચવામાં પાછળ રહી જાવ તેનો ડર છે? | 54.3 | 46 |
હાલમાં વાંચતી વખતે ઊંઘ કે ભૂખમાં વધારો થયો છે? | 69.7 | 30 |
વાંચતી વખતે મોબાઇલ કે ટીવી જેવા ગેજેટ્સના યુઝ કરો છો? | 51.7 | 48 |
વાંચતી વખતે ખાદ્ય કે અન્ય પદાર્થોની પ્રબળ ઈચ્છા થાય છે? | 51.3 | 49 |
જે રિઝલ્ટ ધાર્યું છે તે નહીં આવશે તેવો ડર છે? | 70.1 | 30 |
પરીક્ષામાં નાપાસ થવાનો ડર છે? | 43.8 | 56 |
પરીક્ષા તારીખ નજીક આવતા ચીડયાે સ્વભાવ કે ગુસ્સે થાવ છો? | 54.7 | 45 |
પરીક્ષા પહેલા ઉલ્ટી કે ઉબકા જેવી શારીરિક તકલીફ રહે છે? | 18.4 | 82 |
માતા-પિતા કે પછી કોઇની અપેક્ષાથી તણાવ અનુભવો છો? | 36.6 | 61.4 |
રિઝલ્ટ પહેલા શરમ, સંકોચ, તણાવ કે ચિંતા અનુભવાય છે? | 59.2 | 40.8 |
પરીક્ષાના સમયે લોકોની શુભેચ્છા કે સલાહથી અકળાવો છો? | 38.8 | 61.2 |
ક્લાસમાં જતા પહેલા તમને ગભરામણ કે બેચેની લાગે છે? | 56.2 | 43.8 |
બધી જ પરીક્ષામાં ચિંતા અનુભવો છો? | 67.3 | 32.7 |
અભ્યાસ કે પરીક્ષા ટાળવાનો વિચાર આવે છે? | 32.3 | 67.7 |
વાલીઓએ આટલું સમજવાની જરૂર , વિદ્યાર્થીને પેપર કેવું ગયું છે તે નહીં પરંતુ કાલે કઈ પરીક્ષા છે તે પુછવું
પરીક્ષા ચેપ્ટર નથી, પણ ચોપડી છે. કોઇ અઘરી હોય છે તો કોઇ સહેલી હોય છે. વાલીઓએ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા છે એવું કહીં ડરાવવો નહીં, પણ આ પરીક્ષાથી જીવનનો ટર્નિંગ પોઇન્ટ આવશે તે સમજાવવું.પેપર કેવું ગયું છે તે ન પુછવું પણ કાલે કઇ પરીક્ષા છે તે પુછવું. પરીક્ષા શરૂ થવાના અઠવાડિયા પહેલાથી અને પરિણામ આવ્યાના પખવાડિયા સુધી વાલીઓએ વિદ્યાર્થીઓને પોતાની સાથે જ સૂવડાવવો,જમાડવો અને હરાવવો ફરાવવો. વિદ્યાર્થી ઘરમાં જેની સામે ખુલીને વાત કરતો હોય એવા લોકોએ રોજ વિદ્યાર્થી સાથે વાત કરવી.વિદ્યાર્થીઓનું પરિણામ આવે તો વાલીઓએ સ્વીકારવું અને વિદ્યાર્થીઓને માત્ર એટલું જ કહેવું કે પરીક્ષામાં ફેલ થયો છે, જીવનમાં નહીં બીજી પરીક્ષામાં સારા માર્ક્સ લાવજે.> ડો. ઉર્વેશ ચૌહાણ, સાયકોલોજીસ્ટ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.