સંયમના માર્ગે:સ્વામિનારાયણ ગુરૂકુળ પરિવારના 18 મુમુક્ષુઓની દીક્ષા,આચાર્ય રાકેશપ્રસાદજીએ મંત્ર, જનોઈ અને માળા અર્પણ કરી

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
આચાર્ય રાકેશપ્રસાદજીએ મુમુક્ષુઓને દીક્ષા મંત્ર આપ્યો હતો. - Divya Bhaskar
આચાર્ય રાકેશપ્રસાદજીએ મુમુક્ષુઓને દીક્ષા મંત્ર આપ્યો હતો.
  • મુમુક્ષુઓને શરીરના સંબંધીનો ત્યાગ કરી વસુધૈવ કુંટુંબકમની ભાવના કેળવવવા માર્ગદર્શન અપાયું

સાંસારિક સુખોનો ત્યાગ કરીને સંયમના માર્ગે મુમુક્ષુઓ દીક્ષા લેતા હોય છે. શરીરના સંબંધીનો ત્યાગ કરી વસુધૈવ કુંટુંબકમની ભાવનાથી વડતાલ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાશે 49 મુમુક્ષુઓને દીક્ષા આપી હતી. જેમાં સારંગપુરમાં હનુમાન દાદાની પ્રતિષ્ઠા કરનાર યોગ સમ્રાટ એશ્વર્યવાન સદગુરુ ગોપાળાનંદ સ્વામીના આસને વડતાલ ખાતે દીક્ષા વિધિ મહોત્સવ યોજયો હતો.જેમાં ગુરૂકુળ પરિવારના 18 મુમુક્ષુઓને પણ આચાર્ય રાકેશપ્રસાદજીએ મંત્ર, જનોઈ અને માળા અર્પણ કરી હતી.

ગોપાળાનંદ સ્વામીના આસને વડતાલ ખાતે દીક્ષા વિધિ મહોત્સવ યોજયો હતો
ગોપાળાનંદ સ્વામીના આસને વડતાલ ખાતે દીક્ષા વિધિ મહોત્સવ યોજયો હતો

20 વર્ષમાં 768 દીક્ષા
સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ધોલેરા ગઢ પૂર અને જુનાગઢ વિભાગના 49માં મુમુક્ષુઓને આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે મંત્ર , જનોઈ અને માળા અર્પણ કરી હતી. આ અંગે લંડનથી પ્રભુ સ્વામીએ વાત કરતા કહ્યું હતું કે, આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે 20 વર્ષમાં કુલ 768જેટલા મુમુક્ષુઓને સંત દીક્ષા આપી છે. જેમાં રાજકોટ ગુરૂકુળ સંસ્થાનના 175 જેટલા સંતોએ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ પાસે દીક્ષા સ્વીકારી છે. જેમાં વધુ ગુરૂકુલ પરિવારના 18 મુમુક્ષુઓએ દીક્ષા લીધી છે.

સંતોએ શરીરના સંબંધીનો ત્યાગ કરી વસુધૈવ કુંટુંબકમની ભાવના કેળવવવાની હોય છે
સંતોએ શરીરના સંબંધીનો ત્યાગ કરી વસુધૈવ કુંટુંબકમની ભાવના કેળવવવાની હોય છે

સંતોએ સમૂહ જીવન જીવવાનું હોય
સાધુઓના નિયમ ધર્મ અંગે વાત કરતા પ્રભુસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે,સ્વામિનારાયણના સાધુને આજીવન રસાસ્વાદનો ત્યાગ કરવાનો , લાકડાના પાત્રમાં પીરસાયેલ ભોજનમાં પાણી નાંખી જમવાનું, પોતાની માલિકીનો પૈસો રાખવાનો ન હોય. બેંકમાં ખાતું કે વસ્ત્રમાં ખીસ્સું - પોકેટ રાખવાનું ન હોય. શરીરના સંબંધીનો ત્યાગ કરી વસુધૈવ કુંટુંબકમની ભાવના કેળવવવાની હોય છે. પોતાના જન્મના ગામમાં જવાનું પણ નથી હોતું. સ્ત્રીઓનો સર્વથા ત્યાગ, સહુ સંતોએ સમૂહમાં જ જીંદગી જીવવાની હોય છે.

આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે 20 વર્ષમાં કુલ 768જેટલા મુમુક્ષુઓને સંત દીક્ષા આપી છે
આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે 20 વર્ષમાં કુલ 768જેટલા મુમુક્ષુઓને સંત દીક્ષા આપી છે

શોખનો ત્યાગ કરવો પડે
દીક્ષા લઈ સંત બની ગયા પછી સાધુતા મેળવવા માટે આજીવન તપ વ્રત ઉપવાસ કરતા રહી સાધના અને આરાધના પરાયણ થવાનું હોય છે. સાધુતા, સહુ સાથે આત્મીયતા, કાર્યશીલતા કહેતાં સાંપ્રદાયિક તેમજ લોકોપયોગી સેવા કાર્યો કરવાની શ્રદ્ધા રાખવાની હોય છે. વસ્ત્રો બદલવા સહેલા છે પરંતુ સ્વભાવો બદલવા એ અધરા છે. આજે પોતાના સંતાનોને મોબાઇલની લત છોડાવવી કેટલી કઠિન છે એ સહુ કોઈને અનુભવાય છે. ત્યારે આ મુમુક્ષુઓ યુવા અવસ્થામાં મોજશોખ , સારાવસ્ત્રો , મોબાઇલ તથા હરવા ફરવાનો શોખ છોડી ગુરૂઆજ્ઞામાં રહી સંયમી જીવન જીવવા દીક્ષા લેતા હોય છે.

ગુરૂકુળ પરિવારના 18 મુમુક્ષુઓએ દીક્ષા અંગિકાર કરી હતી.
ગુરૂકુળ પરિવારના 18 મુમુક્ષુઓએ દીક્ષા અંગિકાર કરી હતી.