તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 1750 Crore Paid To 1560 Farmers Of Surat For Bullet Train Project, Land Acquisition Is Expected To Be Completed By March

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PM મોદીનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ:બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે સુરતના 1560 ખેડૂતોને 1750 કરોડ ચૂકવાયા, માર્ચ સુધીમાં જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થવાનો અંદાજ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
જમીનના ઉંડાણની માપણી પણ શરૂ કરી દેવામાં આવી છે. - Divya Bhaskar
જમીનના ઉંડાણની માપણી પણ શરૂ કરી દેવામાં આવી છે.
  • કુલ 143.77 હેક્ટરમાંથી 123.86 હેક્ટર જમીનનો કબ્જો લેવાયો
  • 12.86 હેક્ટર જમીનનો એવોર્ડ જાહેર, 7.04 હેક્ટર જમીન સંપાદન બાકી

PM મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ મુંબઇ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન સુરત જિલ્લામાંથી 48 કિલોમીટરમાંથી પસાર થવાની છે. તે માટે 28 ગામોની કુલ 143.77 હેક્ટર જમીનમાંથી 99 ટકા જમીનો સંપાદિત થઇ ગઇ છે અને અત્યાર સુધીમાં કુલ 1560 ખેડૂતોને જમીન સંપાદન બદલ અધધધ 1750 કરોડ ચૂકવી દેવાયા છે. જ્યારે બાકી રહેલી જમીન સંપાદનની કામગીરી આગામી માર્ચ મહિના સુધીમાં પૂર્ણ કરવાનો અધિકારીઓનો અંદાજ છે.

જમીન બુલેટ ટ્રેનમાં સંપાદન કરવાની કામગીરીમાં વિરોધ પણ થયો હતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સુરત જિલ્લામાંથી ઓલપાડ, ચોર્યાસી,કામરેજ તાલુકાના 28 ગામોના કુલ 909 બ્લોકની 143.77 હેક્ટર જમીન બુલેટ ટ્રેનમાં સંપાદન કરવાની કામગીરી હાથ ધરાતા જ ખેડૂતો દ્વારા વિરોધ શરૂ થયો હતો. શરૂઆતમાં ખેડૂતો જમીન સંપાદનની ટીમને સર્વે જ કરવા દેતા ન હતા. ત્યારબાદ ખેડૂતોની સંમતિથી જમીન સંપાદન કરી એવોર્ડ આપવાનું શરૂ કરતા જ ખેડૂતો એ ધીરે ધીરે બજાર કિંમત જેટલી જ રકમ સંપાદનમાં મળતી હોવાથી એવોર્ડ લેવાનું શરૂ કર્યું હતું.

બાકી રહેલા 7.04 હેક્ટર જમીનમાં કઠોર ગામમાં પાકા મકાનો આવ્યા છે
સુરત જિલ્લામાં બુલેટ ટ્રેનની જમીન સંપાદનની કામગીરીમાં કુલ 909 બ્લોકમાંથી 690 બ્લોકમાં સંમતિ એવોર્ડ આપીને 143.77 હેક્ટર જમીનમાંથી 123.86 હેક્ટર જમીનનો કબ્જો મેળવી લેવાયો છે. જ્યારે 96 બ્લોકના માલિકો દ્વારા સંમતિ નહીં અપાતા 16 ગામોની 12.86 હેક્ટર જમીનનો એવોર્ડ જાહેર કરી દેવાયો છે. બાકીની 7.04 હેક્ટર જમીનમાંથી કઠોર ગામમાં પાકા મકાનો આવ્યા હોવાથી જમીન સંપાદનનો પ્રશ્ન ઉકેલવાનો બાકી હોવાનું જાણવા મળે છે. સુરત જિલ્લામાં બુલેટ ટ્રેનની 99 ટકા કામગીરી સંપન્ન થવાની સાથે જ અત્યાર સુધીમાં 1560 ખેડૂતોને 1750 કરોડનું વળતર ચૂકવી દેવાયું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો