નિયમોમાં ફેરફાર:30 ફૂટથી ઓછી ઊંચાઇની 170 સ્કૂલને ફાયર NOC નહીં લેવી પડે

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ફાયર NOCના નિયમોમાં ફેરફાર કરાયા
  • આ સ્કૂલોની ચેકિંગ ડીઇઓ અને EI કરશે

રાજ્ય સરકારે ફાયર એનઓસી મેળવવાના નિયમોમાં ફેરફાર કરતા 30 ફૂટથી ઓછી ઊંચાઇની સ્કૂલોએ ફાયર સેફ્ટીનું એનઓસી નહીં લેવું પડશે. જે અંતર્ગત જેનાથી સુરતની 170 સ્કૂલોને લાભ થશે. એ સાથે જ આ સ્કૂલોમાં ફાયર સેફ્ટીનું ચેકિંગ પાલિકા નહીં પરંતુ જિલ્લા શિક્ષણાધિકારી અને એજ્યુકેશન ઇન્સ્પેક્ટર કરશે.

રાજ્ય અગ્નિ નિવારણ સેવાના નિયામકે પરિપત્ર જાહેર કરી આ બાબતે જાણાકારી આપી છે. જેમાં કહેવાયું છે કે, 9 મિટર એટલે 30 ફૂટથી વધારે ઊંચાઇ હોય અથવા બેઝમેન્ટ કે 200 ચોરસ મિટરથી વધારે ક્ષેત્રફળ હોય તેવી સ્કૂલોએ જ નિયમ ફાયર ડિપાર્ટમેન્ટ પાસેથી એનઓસી મેળવાની રહેશે. જો કે, આ સિવાયની સ્કૂલોએ ફાયર સેફ્ટી ઊભી કરી સેલ્ફ સર્ટિફિકેશન કરીને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને આપવાનું રહેશે. ડીઈઓ અને ફાયર ડિપાર્ટમેન્ટના સૂત્રો પ્રમાણે શહેરમાં 170 જેટલી સ્કૂલોની ઉંચાઇ 30 ફૂટથી ઓછી છે.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ડો. દિપક રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, સરકારના આ નિર્ણયથી નાની સ્કૂલોના સંચાલકોને ફાયદો થશે. નાની સ્કૂલોના સંચાલકોએ પણ બાળકોની સુરક્ષાને જોતા ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરીને સરકારના આ નિર્ણયને પણ માન આપવું. ઉલ્લેખનીય છે કે, પાલિકાએ શાળઓમાં ફાયર સેફ્ટીની તપાસ કરી નોટીસ ફટકારવાથી લઈને સીલ મારવા સુધીની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...