છેતરપિંડી:ક્રેડિટકાર્ડની ઓફર મેળવવામાં રત્નકલાકારે 1.7 લાખ ગુમાવ્યા

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઠગે ઉત્રાણના રત્નકલાકારને કોલ કરીને પ્રોસેસ કરવાના બહાને પૈસા પડાવી લીધા

આઇસીઆઇસીઆઇ બેંકની ઓળખ આપી ક્રેડીટ કાર્ડ ઓફર આપવાના બહાને પ્રોસેસ કરવાનું કહીં ઉત્રાણના રત્નકલાકાર સાથે 1.69 લાખની ચિંટીંગ કરાઈ હતી. ઉત્રાણ અભિનંદન રેસીડેન્સી ખાતે રહેતા રીતેશ બલર વરાછા પોદાર આર્કેડ કે.જી.કે. ડાયમંડમાં નોકરી કરે છે.2 જુલાઇએ બપોરના સમયે રીતેશ બલર ઘરે હતા તે સમયે તેમને આઇસીઆઇસીઆઇ બેંકના નામે ફોન આવ્યો હતો.

ફોન કરનાર અજાણ્યાએ આઇસીઆઇસીઆઇ બેંકની ખોટી ઓળખ આપી ક્રેડીટ કાર્ડની ઓફર છે તેમ જણાવી ક્રેડીટ કાર્ડની પ્રોસેસ શરૂ કરી હતી અને રીતેશ બલર પાસે એક એપ્લીકેશન ડાઉનલોડ કરાવી તેમાં પાનકાર્ડ સહિતની વિગતો અપલોડ કરાવી લીધી હતી.અપલોડ થયાની થોડી જ વારમાં રીતેશ બલરના ખાતામાંથીપહેલા રૂ.99,999 અને ત્યારબાદ 70 હજાર મળી કુલ રૂ.1.69 લાખ ઉપાડી લીધા હતા.ઘટના અંગે અમરોલી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...