કામગીરી:પૂણાની બાળકી પર રેપ-હત્યામાં 16મીએ ચુકાદો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પૂણામાં ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર-હત્યાના કેસમાં સંડોવાયેલાં આરોપી સામેની ન્યાયિક કાર્યવાહી પૂરી થ આ કેસમાં હવે આગામી 16મી જુલાઇના રોજ સંભવત: ચુકાદો આવી શકે છે. મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ આરોપી સામે 15થી વધુ પુરાવાની યાદી અગાઉ કોર્ટને સુપરત કરી હતી.

નોંધનીય છે કે 13મી એપ્રિલના રોજ આરોપી રામપ્રસાદ ઉર્ફે લલન સિંહ બાળકીને ઉંચકીને અવાવરું જગ્યાએ લઇ ગયો હતો અને તેની પર બળાત્કાર-સુૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરી બાળકીના માથા પર પથ્થર મારી તેની હત્યા કરી નાંખી હતી. બાદમાં માસૂમને નજીકમાં જ ખાડો ખોદીને દાટી દીધી હતી. જો કે, સીસીટીવીના આધારે આરોપીની ઓળખ થતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...