તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:16.81 કરોડના આઈટી મેક સેન્ટરનું 3.5 વર્ષથી ચાલતુ ધીમી ગતિનું કામ ઓગસ્ટ સુધીમાં પુર્ણ થશે

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સ્પોર્ટ-મોબિલિટી એડિમિનિસ્ટ્રેશન સેન્ટર માટે આગામી 10 દિવસમાં ઇન્ટરીયર માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. - Divya Bhaskar
ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સ્પોર્ટ-મોબિલિટી એડિમિનિસ્ટ્રેશન સેન્ટર માટે આગામી 10 દિવસમાં ઇન્ટરીયર માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.
 • અલથાણમાં સાકાર થનારું સેન્ટર વર્લ્ડ કલાસ હોવાનો મનપાનો દાવો

સુરત શહેરમાં સ્માર્ટ સિટીના કામો જ ગોકળગાય ગતિએ ચાલી રહ્યા છે. અલથાણમાં બ્રેડલાઇનર સર્કલ પાસે સ્માર્ટ સિટી હેઠળ રૂપિયા 16.81 કરોડના ખર્ચે સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું નિર્માણ છેલ્લા સાડા ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે. પરંતુ હજુ સુધી કામ પૂર્ણ થયું નથી. દોઢ વર્ષની અંદર નિર્માણકાર્ય પૂર્ણ કરવાનું હતું. હાલમાં સિવિલ કામ પૂર્ણ થવાના આરે છે. આગામી 10 દિવસમાં ઇન્ટરીયર માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જેથી જુલાઇ-ઓગસ્ટ 2021માં આઇટી મેક સેન્ટર શરૂ થાય તેવી સ્થિતિ છે.મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું કે, સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર વર્લ્ડ કલાસ સેન્ટર હશે. જેમાં એક માળ ઉપર ઇમરજન્સી રિસોપન્સ સેન્ટર કાર્યરત કરાશે.

જેમાં પોલીસ તથા ફાયર વિભાગ હશે. બીજો માળ ટ્રાન્સપોર્ટ સુવિદ્યાના સંકલનને લઇ હશે. જેમાં બીઆરટીએસ, સિટી બસ, મેટ્રો રેલ સાથે બાયસિકલ શેરિંગ સિસ્ટમનું મોનિટરીંગ કરવામાં આવશે. જ્યારે ત્રીજા માળ ઉપર સ્માર્ટ સિટી હેઠળ સ્કાડા, ડોર ટુ ડોર કચરા ગાડી સાથે કમ્પલેઇન્ટ મોનિટરીંગ સિસ્ટમનું મોનિટરીંગ કરવામાં આવશે. આ સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરને સ્માર્ટ સિટી તરફ લઇ જાય તેવા પેરામિટર ઉપર બનાવવામાં આવ્યું છે. આ સેન્ટરમાં ભારતની સૌથી મોટી સ્ક્રીન અને અદ્યતન ટેકનોલોજી હશે. હાલમાં સેન્ટરનું સિવિલ કામ પૂર્ણ થઇ ગયું છે. ઇન્ટરીયર વર્કમાં 2 મહિનાનો સમય જશે. જેથી આગામી જુલાઇ અથવા ઓગસ્ટ સુધીમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ શરૂ થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો