વેધર:5 વર્ષ પછી નવેમ્બરમાં 16.4 ડિગ્રી ઠંડી નોંધાઇ

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ઉત્તર-પૂર્વના પવનો સક્રિય થતા શહેર ઠંડુંગાર, વર્ષ 2016માં 15 ડિગ્રી ઠંડી નોંધાઇ હતી

શહેરમાં ઉત્તર-પૂર્વના પવનો સક્રિય થતાં ઠંડી વધી રહી છે. સોમવારે ઠંડીનો પારો વધુ 1.6 ડિગ્રી ગગડી ગયો હતો. સિઝનમાં પહેલીવાર 16.4 ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. આગામી બે દિવસ ઠંડીનો પારો 16થી 18 ડિગ્રી વચ્ચે રહેવાનું અનુમાન છે. નવેમ્બર મહિનામાં 2016 પછી એટલે કે પાંચ વર્ષ પછી 16.4 ડિગ્રી નોંધાઇ છે.

વર્ષ 2016માં 15 ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. શહેરમાં ક્રમશ: ઠંડી વધતા ગરમવસ્ત્રોના બજારમાં ખરીદી નિકળી છે. ત્રણ દિવસથી સતત વધી રહેલી ઠંડીથી લોકોએ ગરમવસ્ત્રો પહેરીને બહાર નિકળવાની ફરજ પડી છે. ઠંડીથી બચવા માટે ઠેરઠેર તાપણું કરતા લોકો નજરે ચઢી રહ્યા છે. દિવસભર સુસવાટાભર્યા પવનો ચાલતા રાત્રે ઘરોમાં પંખો બંધ રાખવા પડ્યા હતા.

હવામાન વિભાગ મુજબ સોમવારે શહેરનું મહત્તમ તાપમાન 31.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રી નોંધાયું હતું. ગઇકાલ કરતા 1.6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જ્યારે મહત્તમ તાપમાન યથાવત છે. ઉત્તર-પૂર્વ દિશાથી 5 કિલોમીટરની ગતિએ પવનો ફૂંકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...