• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 1600 IT Companies Opened In Surat In Just 2 Years, Students Who Went To Bangalore, Pune For Jobs Are Making Their Own Company In Surat, Google Paid Rs 4,000 Crore In 2019

હીરા બુર્સ જેવું IT હબ બનાવવાની તૈયારી:2 વર્ષમાં જ 1600 IT કંપની ખૂલી, બેંગલુરુ, પુણેમાં નોકરી માટે ગયેલા વિદ્યાર્થીઓએ સુરત આવી કંપની ખોલી, ગૂગલે 2019માં 4 હજાર કરોડ રૂપિયા ચૂકવ્યા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
IT સેક્ટરને પ્રોત્સાહન આપી શકાય એ માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રથમ વખત IT કમિટીની રચના કરાઈ છે - Divya Bhaskar
IT સેક્ટરને પ્રોત્સાહન આપી શકાય એ માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રથમ વખત IT કમિટીની રચના કરાઈ છે
  • સૌથી વધારે એપ્લિકેશન વરાછા વિસ્તારમાંથી અપલોડ કરાઈ રહી છે
  • આઇટી સેક્ટરમાં 16 હજારથી પણ વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે

હીરા અને કાપડ ઉદ્યોગ બાદ સુરત હવે આઇટીક્ષેત્રમાં પણ આગળ વધી રહ્યું છે. છેલ્લાં બે વર્ષમાં 1600 આઇટી કંપનીઓ કાર્યરત થઇ ગઈ છે, જેમાં 16 હજારથી પણ વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. 2019માં સુરત શહેરમાંથી અંદાજે 4 હજારથી પણ વધારે એપ્લિકેશન બનાવીને ઓનલાઇન પ્લેટફોર્મ પર મૂકવામાં આવી હતી, જેને પગલે ગૂગલે 4 હજાર કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. આઈટીક્ષેત્રમાં અભ્યાસ કરી નોકરી કરવા માટે બેંગલુરુ, પુણે અને મુંબઈ ગયેલા મોટી સંખ્યામાં યુવાનો સુરત આવી પોતાની કંપની ખોલી રહ્યા છે.

સુરતમાં નિર્માણાધીન સોફ્ટવેર અને ટેક્નોલોજી પાર્કની ફાઈલ તસવીર.
સુરતમાં નિર્માણાધીન સોફ્ટવેર અને ટેક્નોલોજી પાર્કની ફાઈલ તસવીર.

સુરતના IT સેક્ટરને પ્રોત્સાહન તૈયારી
સુરતમાં બે વર્ષમાં જ 1600 નાની-મોટી આઈટી કંપનીઓ ખૂલી છે. વિદ્યાર્થીઓ સુરત આવી પોતાની કંપની ખોલી રહ્યા છે. ભવિષ્યમાં સુરતના IT સેક્ટરને પ્રોત્સાહન આપી શકાય એ માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રથમ વખત IT કમિટીની રચના કરી છે. આ સાથે સાઉથ ગુજરાત ઈનોવેશન એન્ડ ટેક્નોલોજી સોસાયટીની સ્થાપના પણ કરાશે. ડાયમંડ બુર્સની જેમ એક જ જગ્યાએ તમામ આઈટી કંપનીઓ હોય એ માટે કામગીરી કરવામાં આવી રહી છે.

સૌથી વધારે એપ્લિકેશન વરાછા વિસ્તારમાંથી અપલોડ કરવામાં આવી રહી છે(ફાઈલ તસવીર)
સૌથી વધારે એપ્લિકેશન વરાછા વિસ્તારમાંથી અપલોડ કરવામાં આવી રહી છે(ફાઈલ તસવીર)

આઇટી હબ બનાવવા એસોસિયેશન શું કામ કરશે?
ડાયમંડ બુર્સની જેમ એક જ જગ્યાએ તમામ આઈટી કંપનીઓ હોય એ માટે જગ્યાની વ્યવસ્થા કરાશે.
આઈટી કંપનીઓને ખાસ કરીને હાઈ સ્પીડ ઈન્ટરનેટ અને વીજળીની જરૂર હોય છે, એ માટેની વ્યવસ્થા કરાશે. વિદેશી કંપનીઓમાંથી આઉટસોર્સિંગનું કામ કેવી રીતે લાવવા પ્રયત્નો કરાશે.

સુરતના યુવાનોને રોજગારી મળે એ માટે આઈટી કમિટી બનાવી
ચેમ્બરના આઈટી કમિટી ચેરમેન ગણપત ધામેલિયાએ જણાવ્યું હતું કે આઈટીક્ષેત્રે સુરત હબ બને, સુરતના યુવાનોને રોજગારી મળે એ માટે ચેમ્બરમાં આઈટી કમિટી બનાવી છે. આ ઉપરાંત અમે સાઉથ ગુજરાત ઈનોવેશન એન્ડ ટેકનોલોજી સોસાયટીની સ્થાપના પણ કરીશું. અમે નામ રજિસ્ટ્રેશન કરવા માટે મૂકી દીધું. સંગઠન બનાવીને સારી રીતે આગળ વધવાનો હેતુ છે.

ફોટોગ્રાફી કેટેગરીમાં મારી એક એપ્લિકેશન ટોપ 10માંઃ એપ ડેવલપર
એપ ડેવલપર સતીષ શંકરે જણાવ્યું હતું કે હું પહેલાં બેંગલુરુની એક કંપનીમાં જોબ કરતો હતો, પરંતુ ત્યાંથી જોબ છોડીને સુરત આવી ગયો છું. હવે અલગ અલગ પ્રકારની એપ્લિકેશન બનાવીને અપલોડ કરી રહ્યો છું. ફોટોગ્રાફી કેટેગરીમાં મારી એક એપ્લિકેશન ટોપ 10માં છે. મને મદદ કરવા માટે એક કંપનીએ આસિસ્ટન્ટ આપ્યો છે.

2019માં સુરતને 4 હજાર કરોડ રૂપિયા ચૂકવ્યા
સુરતમાંથી 2019માં અલગ અલગ આઈટી કંપનીઓએ 4 હજારથી વધુ એપ્લિકેશન અપલોડ કરી હતી, જેને લીધે વર્ષ 2019માં એપ અપલોડ કરવાના ગૂગલે પેમેન્ટ તરીકે 4 હજાર કરોડ ચૂકવ્યા હતા. સૌથી વધારે એપ્લિકેશન વરાછા વિસ્તારમાંથી અપલોડ કરાઈ હતી.

આઉટસોર્સિંગનું કામ પણ 4 હજાર કરોડ કરતાં વધુ
સુરતમાં આઉટસોર્સિંગનું કામ પણ મોટા પ્રમાણમાં કરતી કંપનીઓ છે, જેમાં ખાસ કરીને બેંકના સોફ્ટવેર મેકિંગ, ફૂડ પ્રોડક્શન કંપનીઓના સોફ્ટવેર માટેનાં કામ સુરતમાં થાય છે. એક અંદાજ પ્રમાણે, સુરતમાં આઉટસોર્સિંગનું કામ 4 હજાર કરોડનું મળે છે.

સુરતમાંથી આઇટીક્ષેત્રનો અભ્યાસ કરીને 6 હજાર વિદ્યાર્થી બહાર પડે છે
સુરતમાંથી બીએસી આઈટી, એમએસસી આઈટી, બીસીએ, એમસીએ, કમ્પ્યુટર સાયન્સ સહિતના વિવિધ કોર્સ કરીને દર વર્ષે અંદાજે 6 હજાર વિદ્યાર્થીઓ બહાર નીકળે છે, જેમાંથી 3 હજાર જેટલા વિદ્યાર્થીઓ બેંગલુરુ, મુંબઈ, પુણે જેવાં શહેરમાં નોકરી કરવા માટે જતા રહે છે.

સુરતમાં 2 હજાર ઓનલાઇન સેલર છે
સુરતમાં રજિસ્ટર્ડ 2 હજાર ઓનલાઇન સેલર છે, 20 હજારથી વધુ પ્રોડક્ટ સુરતથી સમગ્ર ભારતમાં સપ્લાઇ કરવામાં આવે છે.