તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તકમાં વધારો:2 વર્ષમાં 1600 IT કંપની ખુલી, 16 હજારને રોજગારી મળી

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સાઉથ ગુજરાત ઈનોવેશન એન્ડ ટેક્નોલોજી સોસાયટીની સ્થાપના કરાશે

હીરા અને કાપડ ઉદ્યોગ બાદ સુરત હવે આઇ.ટી ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. છેલ્લા બે વર્ષની વાત કરીએ તો 1600 આઇ.ટી.કંપનીઓ કાર્યરત થઇ ગઇ છે, જેમાં 16 હજારથી પણ વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. 2019માં સુરત શહેરમાંથી અંદાજે 4 હજારથી પણ વધારે એપ્લિકેશન બનાવીને ઓનલાઇન પ્લેટફોર્મ પર મુકવામાં આવી હતી. ભવિષ્યમાં સુરતના IT સેક્ટરને પ્રોત્સાહન આપી શકાય તે સાઉથ ગુજરાત ઈનોવેશન એન્ડ ટેક્નોલોજી સોસાયટીની સ્થાપના પણ કરાશે.

સુરતમાં સૌથી વધારે મોબાઇલ એપ્લિકેશન વરાછા વિસ્તારમાં બની રહી છે
4 હજાર કરોડ મળે છે કામ

સુરતમાં આઉટ સોર્સિંગનું કામ પણ મોટા પ્રમાણમાં કરતી કંપનીઓ છે. જેમાં ખાસ કરીને બેંકના સોફ્ટવેર મેકિંગ, ફુડ પ્રોડક્શન કંપનીઓના સોફ્ટવેર માટેના કામ સુરતમાં થાય છે. એક અંદાજ પ્રમાણે સુરતમાં આઉટ સોર્સિંગનું કામ 4 હજાર કરોડનું મળે છે. વિદેશની કંપનીઓ પણ સુરતને આઉટ સોર્સિંગનું કામ મોટા પ્રમાણમાં આપી રહી છે.

એક કંપનીએ 4 હજાર કરોડ ચૂકવ્યા
​​​​​​​2019માં એપ અપલોડ કરવાના એક કંપનીએ 4 હજાર કરોડ ચુકવ્યાં છે. સૌથી વધારે એપ્લિકેશન વરાછા વિસ્તારમાંથી અપલોડ કરાઇ છે.

શહેરમાં 2 હજાર ઓનલાઈન સેલર
​​​​​​​સુરતમાં રજિસ્ટર્ડ 2 હજાર ઓનલાઇન સેલર છે, 20 હજારથી વધુ પ્રોડક્ટ સુરતથી સમગ્ર ભારતમાં સપ્લાય કરવામાં આવે છે.

ITના 6 હજાર વિદ્યાર્થી બહાર પડે
​​​​​​​સુરતમાંથી બીએસી આઈટી, એમએસસી આઈટી, બીસીએ, એમસીએ, કોમ્પ્યુટર સાયન્સ સહિતના વિવિધ કોર્સ કરીને દર વર્ષે અંદાજે 6 હજાર વિદ્યાર્થીઓ બહાર નિકળે છે. જેમાંથી 3 હજાર જેટલાં વિદ્યાર્થીઓ બેંગ્લોર, મુંબઈ, પુણે જેવા શહેરમાં નોકરી કરવા માટે જતા રહે છે. સુરતમાં નવી આઈટી કંપની શરૂ થતાં વિદ્યાર્થીઓ પરત આવી રહ્યા છે.

આઈટી ક્ષેત્રે સુરત હબ બનશે, સંગઠન થકી આગળ વધીશું
​​​​​​​આઈટી ક્ષેત્રે સુરત હબ બને, સુરતના યુવાનોને રોજગારી મળે તે માટે ચેમ્બરમાં આઈટી કમિટી બનાવી છે. આ ઉપરાત અમે સાઉથ ગુજરાત ઈનોવેશન એન્ડ ટેકનોલોજી સોસાયટીની સ્થાપના પણ કરીશું. અમે નામ રજિસ્ટ્રેશન કરવા માટે મુકી દીધું. સંગઠન બનાવીને સારી આગળ વધવાનો હેતું છે. > ગણપત ધામેલિયા, ચેમ્બર, IT, કમિટી ચેરમેન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો