તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:મહિધરપુરાના વેપારીના કર્મીએ રૂ.1.60 કરોડના હીરા ચાઊં કર્યા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હી ઓફિસમાં કામ કરતાં કર્મી સામે ગુનો

સુરતની હીરા પેઢી સાથે દિલ્હીમાં તેના જ કર્મચારીએ 1.60 કરોડ રૂપિયાની ઉચાપત કરી છે. કૈલાશનગરમાં શંખેશ્વર કોમ્પ્લેક્સમાં રહેતા અશોક પુનમચંદ મહેતાની મહિધરપુરામાં સંસ્કાર ડાયમંડ નામથી પેઢી છે. દિલ્હી કારોલબાગમાં સેફ વોલ્ટમાં તેમનું ખાતું છે. જ્યાં હીરા રાખવામાં આવે છે. છેલ્લા 4 વર્ષથી કંપની દિલ્હી ઓફિસમાં ભરત ખોડા રાજપુત(રહે. હાલ દિલ્હી,મૂળ,બનાસકાંઠા) સેલ્સમેન હતો. 8 ઓગસ્ટ 2021ના રોજ દિલ્હીમાં લોકડાઉન હતું. ત્યારે ભરત વતન ે ગયો હતો.

અશોક મહેતા દિલ્હી વિઝિટ માટે જતા ખબર પડી કે વોલ્ટમાં 86 હીરામાંથી 23 વેચાઈ ગયા છે તેના 1.60 કરોડ રૂપિયા વેપારીઓએ આપી દીધા હતા. ભરતે તે પેમેન્ટ કંપનીને નહીં આપી ચાંઊ કર્યા હતા. અશોક મહેતાએ વોલ્ટ ખોલતા તેમાં 63 હીરા અને ભરતનો ફોન પણ મળી આવ્યો હતો. દિલ્હીમાં તેના રહેઠાણે પહોંચ્યા ત્યારે માત્ર ભરતના કપડા મળ્યા હતા.તેના વતનમાં તપાસ કરી તો મળ્યો ન હતો. અશોક મહેતાએ આરોપી ભરત રાજપુત વિરુદ્ધ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...