તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:16 હજારને રસી અપાઈ, બીજા ડોઝવાળા હજારો લોકો અટવાયા

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
શનિવારે રૂસ્તમપુરા કોમ્યુનિટી હોલ ખાતે વધુ લોકો ભેગા થઇ જતા વેક્સિન સેન્ટરના દરવાજા બંધ કરી દેવા પડ્યા હતા. - Divya Bhaskar
શનિવારે રૂસ્તમપુરા કોમ્યુનિટી હોલ ખાતે વધુ લોકો ભેગા થઇ જતા વેક્સિન સેન્ટરના દરવાજા બંધ કરી દેવા પડ્યા હતા.
  • ખાનગી હોસ્પિટલમાં 104એ સ્પુટનિક રસી લીધી

છેલ્લા 3 દિવસથી બંધ રહેલા વૅક્સિનેશન કાર્યક્રમ શનિવારે ફરી શરૂ થયો છે. ખાનગી હોસ્પિટલમાં 1475 અને સ્પુટનીક 104 મળી કુલ 16,201 ને રસી મુકવામાં આવી છે. તેમાં ફસ્ટ ડોઝ 8087 અને 8114 એ મુકાવી છે. રવિવારે પણ રસીકરણ સ્ટોકના અભાવ વચ્ચે જારી રાખવામાં આવનાર છે કુલ 105 રસીકરણ કેન્દ્રો પર સેન્ટર દીઠ વધુમાં વધુ 130 ને રસી આપવામાં આવશે તેવી આરોગ્ય તંત્રએ જાહેરાત કરી છે.

નોંધનીય છે કે, છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં રસીના અભાવે વેક્સિનેશનની કામગીરી અટકી ગઈ હતી. રવિવારે પણ રાજ્ય સરકાર તરફથી સ્ટોકી ઓછા મળે તેવી શક્યતા છે. શહેરની વસતિ પ્રમાણે સુરત મહાનગરપાલિકાને દરરોજ 60થી 80 હજાર વેક્સિનનો ડોઝ મળવો જોઈએ, પરંતુ હાલ 16 હજાર જેટલા જ ડોઝ મળી રહ્યા છે. જેમનો બીજો ડોઝ લેવાનો સમય થઈ ગયો છે તેમને ડોઝ ન મળતા હજારો લોકો વેક્સિન સેન્ટરના ધક્કા ખાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...