સુરતમાં એક યુવક હની ટ્રેપનો શિકાર બન્યા હોવાની ઘટના સામે આવી છે. ફેસબૂક પર નકલી યુવતીનો આઈડી બનાવી એક યુવકને વીડિયો કોલ પર હનીટ્રેપનો શિકાર બનાવવામાં આવ્યો હતો. જેમાં નકલી પોલીસ અને નકલી પત્રકાર બની યુવક પાસે 16.5 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ વરાછા પોલીસને થતા વરાછા પોલીસે હનીટ્રેપના માધ્યમથી લોકો પાસે રૂપિયા પડાવતી આખી ગેંગને ઝડપી પાડી છે. પોલીસે ચાર મહિલા અને બે પુરુષ મળી કુલ છ જેટલા આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી છ લાખ જેટલા રૂપિયા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં હનીટ્રેપનો યુવક શિકાર બન્યો
સુરતના વરાછા વિસ્તારમાં એક યુવક હનીટ્રેપનો શિકાર બન્યો હતો. ફેસબૂકના માધ્યમથી યુવક એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. તેની સાથે વીડિયો કોલ પર વાતો કરવામાં આવતી હતી. યુવતી બનીને યુવક સાથે વીડિયો કોલ પર અસલી હરકતો કરવામાં આવતી હતી. યુવતીને વીડિયો કોલ કરી એકલામાં ઘરે મળવા બોલાવવામાં આવ્યો હતો. જ્યાં તેને માર મારવામાં આવ્યો હતો. તેનો વીડિયો કોલનું વીડિયો રેકોર્ડિંગ કર્યું હોવાનું જણાવવામાં જણાવી હનીટ્રેપ કરી યુવકને બદનામ કરવાનો ડર બતાવી રૂપિયા માંગ કરવામાં આવી હતી. હનીટ્રેપનો ભોગ બનેલા યુવક પાસેથી 16 લાખથી વધુ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા.
હનીટ્રેપ કરી રૂપિયા પડાવતી ગેંગ ઝડપાઈ
સુરતની વરાછા પોલીસે હનીટ્રેપ કરીને લોકો પાસે રૂપિયા પડાવતી ગેંગને ઝડપી પાડી છે. પોલીસે કુલ છ જેટલા આરોપીઓની ધરપકડ કરી લીધી છે. યુવક હનીટ્રેપનો શિકાર બન્યો હોવાની જાણ પોલીસને થતા પોલીસે આ આખા નેટવર્કને ઝડપી પાડ્યું હતું. જેમાં પોલીસે ફેસબૂક આઇડી પરથી વાત કરનાર મહિલા સહિત કુલ પાંચ જેટલા લોકોની સંડોવણી હતી તે તમામને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઉત્પલ પટેલ, અરવિંદ મુંજપરા, સંગીતાબેન મુંજપરા, ભાવનાબેન રાઠોડ અને અલકાબેન ગોંડલીયા મળી પોલીસે બે પુરુષ અને ચાર મહિલા સહિત છ જણની ધરપકડ કરી તેમની પાસેથી 5.70 લાખ રોકડા સહિત 6લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફેસબૂક પર નકલી યુવતી બની હની ટ્રેપમાં ફસાવ્યો
વરાછામાં સામે આવેલી હનીટ્રેપની ઘટનામાં યુવકને ફેસબૂકના માધ્યમથી હનીટ્રેપનો શિકાર બનાવવામાં આવ્યો હતો. યુવક ફેસબૂક દ્વારા એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. અને તેની સાથે ચેટિંગ અને વીડિયો કોલ પર વાત કરી રહ્યો હતો. જોકે ખરેખર ફેસબૂક મારફતે યુવક જે મહિલા આઈડી સાથે વાત કરી રહ્યો હતો તે ખરેખર મહિલા નહીં પરંતુ યુવક જ હતો. વીડિયો કોલ પર યુવકને ગેંગની એક મહિલા દ્વારા તેના ઘરે મળવા બોલાવ્યો હતો. વરાછા વિસ્તારના હરિધામ સોસાયટીના મકાન નંબર 144માં યુવકને મળવા બોલાવ્યો હતો. યુવક મહિલાને ઘરે મળવા પહોંચ્યો ત્યારબાદ થોડીવારમાં ગેંગના અન્ય સભ્યો ઘરે આવી પહોંચ્યા હતા. અને તેને માર માર્યો હતો અને મારી પત્ની સાથે દુષ્કર્મ કર્યું છે તેમ કહી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
ડુપ્લીકેટ પોલીસ અને પત્રકાર બની રૂપિયા પડાવ્યા
યુવકને ઘરમાં પૂરી દઈ તેણે વીડિયો કોલ પર કરેલી વાત ના વીડિયો પણ રેકોર્ડ કર્યા હોવાનું યુવકને આ ગેંગ જણાવી રહી હતી. ત્યારબાદ ઘરે આવીને મારી પત્ની સાથે જબરજસ્તી ફસાવીને તેની સાથે રેપ કર્યો છે તેઓ કેસ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવાની ધમકી આપી હતી. જેને લઇ બદનામીના ડરે યુવક ગભરાઈ ગયો હતો. જેનો લાભ આ ગેંગે ઉઠાવ્યો હતો. પોલીસમાં ફરિયાદ ન કરવા ને લઈ ગેંગ દ્વારા યુવક પાસેથી શરૂઆતમાં 7.50 લાખ રૂપિયા માંગી પડાવી લેવામાં આવ્યા હતા.
નકલી પોલીસ બની રૂપિયા પડાવ્યા
રૂપિયા આપ્યા બાદ યુવક એવું માની રહ્યો હતો કે તે આ બધા ઝંઝટમાંથી છુટકારો મેળવી લીધો છે. પરંતુ ખરેખર તેમ થતું નહીં. થોડા સમય બાદ યુવક પાસે એક વ્યક્તિ નકલી પોલીસ બનીને આવ્યો હતો. અને આ સમગ્ર ઘટનાની પોતાને જાણ થઈ ગઈ હોવાની તેણે જાણ કરી હતી. પોલીસ સુધી આ વાત ન પહોંચાડવી હોય તો પોલીસ બનીને આવેલા નકલી પોલીસ કર્મચારી દ્વારા નવ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આમ પહેલા બદનામ કરવાના ડરે મહિલા અને તેના નકલી પતિએ 7.50 લાખ અને નકલી પોલીસે 9 લાખ મળી યુવક પાસેથી કુલ 16.5 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા.
યુવકે ઘરેણા વેચીને રૂપિયા ચૂકવ્યા
હનીટ્રેપમાં ફસાયેલા યુવકે ગેંગને 16.5 લાખ રૂપિયા તો ચૂકવી આપ્યા હતા. પરંતુ આ 16.5 લાખ રૂપિયા તેણે ભેગા કરતા નાકે દમ આવી ગયું હતું. યુવકે જુદા જુદા વ્યક્તિઓ પાસેથી માંગીને તેની બચત તોડીને અને ઘરમાં રહેલા ઘરેણાંઓ વેચીને આ ગેંગને રૂપિયા ચૂકવ્યા હતા. તેમ છતાં આ ગેંગ તેનો પીછો છોડતી ન હતી. નકલી પોલીસ બાદ નકલી પત્રકાર બનીને વધુ એક યુવકે તેની પાસે રૂપિયાની માંગ્યા બાદ તેને જાણ થઈ હતી કે આ આખી એક ફ્રોડ ગેંગ છે. જેને લઇ તેણે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. પોલીસે યુવકની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો હતો. અત્યારે બાકીના આધારે વરાછા પોલીસે આ આખી ગેંગને ઝડપી પાડી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.