છેતરપિંડી:PM આવાસ યોજના હેઠળ મકાન અપાવવા બહાને 1.58 લાખ ખંખેરી છેતરપિંડી કરાઈ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ભેસ્તાન જીયાવ રોડ પર પ્રિયંકા સિટી ગોલ્ડમાં રહેતા જીતેન્દ્ર નરેન્દ્ર ખત્રી પર એક મહિલાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમારે પ્રધાન મંત્રી આવાસ યોજનામાં મકાન લેવા માંગતા હોવ તો અમારી ઓફિસે આવો. તેથી જીતેન્દ્ર ઉધના દરવાજા પર એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગમાં આત્મીય રીયલ એસ્ટેટ નામની બિલ્ડિંગમાં ગયા હતા. ત્યાં સરફરાજ અને નીલ્કેશ ક્રિષ્ણકાંત દેસાઈ સાથે મુલાકાત કરી હતી. નીલ્કેશે જણાવ્યું હતું કે તેની સારી ઓળખાણ છે. તેને જારોમાં મકાન અપાવી દેવા. ત્યારે એડવાન્સમાં 30 હજાર રૂપિયા લીધા હતા. તે માટે ઓફિસના લેટર પેડ પર રસીદ પણ આપી હતી.

ત્યાર બાદ વધુ રૂ.70 હજાર રૂપિયા માંગ્યા હતા. તે સમયે ડ્રો થઈ ગયો અને સુરત મહાનગર પાલિકાના લેટરપેડ વાળી કબજા પાવતી આપી હતી. તેમાં ભેદવાડ ડિંડોલી સુમન કેશવ આવાસનો એક ફ્લેટ નંબર લખેલો હતો. પછી સ્ટેમ્પ ડ્યુટી પેટે 30 હજાર અને લોનની પ્રોસેસ પેટે 28 હજાર રૂપિયા આરોપીઓએ લીધા હતા.

ત્યાર બાદ આરોપીઓએ ઉષા કન્સલટન્સી સર્વિસ પ્રા.લિમિટેડના નામનો લોન સેન્કશનનો લેટર આપ્યો હતો. પરંતુ આરોપીઓએ મકાન અપાવ્યું ન હતું. તેથી મનપામાં તપાસ કરતા ખબર પડી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે.રસીદ, સેન્કશન લેટર, સ્ટેમ્પ ડ્યુટીની રસીદ વગેરે બોગસ છે. સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં આરોપી ટોળકી વિરુદ્ધ 1.58 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...