કોરોના રસીકરણ:કોરોના રસીકરણ અભિયાન પહેલાં જ દિવસે 15329 લોકોએ ડોઝ લીધો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રસીકરણ અભિયાન હેઠળ રવિવારે શહેરમાં 230 જેટલાં કેન્દ્રો પર વ્યવસ્થા કરવામાં આ‌વી હતી જ્યાં લોકોએ કોરોના પ્રતિરોધક ડોઝ લીધો હતો. - Divya Bhaskar
રસીકરણ અભિયાન હેઠળ રવિવારે શહેરમાં 230 જેટલાં કેન્દ્રો પર વ્યવસ્થા કરવામાં આ‌વી હતી જ્યાં લોકોએ કોરોના પ્રતિરોધક ડોઝ લીધો હતો.
  • શહેરમાં હજુ પણ 4 લાખથી વધુ સુરતીઓએ બીજા ડોઝ લીધો નથી
  • 849 લોકોએ પ્રથમ, 9651એ બીજો ડોઝ અને 4829એ પ્રિકોશન ડોઝ લીધો

શહેરમાં રવિવારે કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત 230 કેન્દ્રો ઉપર રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી હતી. રસીકરણ મહાઅભિયાનમાં 15329નું રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં 849 લોકોને પ્રથમ ડોઝ, 9651 લોકોને બીજો ડોઝ અને 4829 લોકોને પ્રિકોશન ડોઝ મુકવામાં આવ્યા હતા.

આ સાથે સુરત મહાનગર પાલિકામાં કુલ 44,49,950 લોકોને રસીકરણનો પ્રથમ ડોઝ, 39,77,879 લોકોને રસીકરણના બીજો ડોઝ અને 1,57,935 લોકોને પ્રીકોશન ડોઝ મુકાયા છે. કોરોનાના કેસો નહિવત થઇ જતાં લોકોમાં રસીકરણ પ્રત્યે ઉદાસીનતા જોવાઇ રહી હતી. રવિવારે શરૂ કરાયેલા રસીકરણ મહાઅભિયાન છતાં લોકોમાં રસીકરણને લઇ ઉત્સાહ જોવા મળી રહ્યો નથી. શહેરમાં 18 પ્લસ, 15થી 17 વયજૂથ, 12થી 14 વયજૂથ મળી સેકન્ડ ડોઝને વંચિત હોય તેવા 4 લાખથી વધુ લોકો છે.

નોંધનીય છે કે, શહેરમાં પ્રથમ, બીજો અને પ્રીકોશન ડોઝથી વંિચત હોય તેવા લોકોને તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર, શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર પર રસી મુકાવી લેવા અપીલ કરી છે. શહેરના 54 કેન્દ્ર પર રસીકરણની વ્યવસ્થા કાર્યરત રહેશે.

અન્ય સમાચારો પણ છે...