તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રસીકરણ અભિયાન:શહેરમાં કોવેક્સિનના15 હજાર ડોઝ આવ્યા,1636 લોકોને રસી અપાઇ

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કુલ 43688 ને મુકાઈ, 13મી ફેબ્રુઆરીથી બીજો ડોઝ અપાશે

કોરોના રસીકરણ અભિયાન હેઠળ સોમવારે વધુ 1636 લોકોને રસી અપાઇ હતી. બીજી તરફ ભારત બાયોટેકની કોવેક્સિનના 15,000 ડોઝ પાલિકાને મળી ગયા છે. શહેરમાં પ્રથમ તબક્કામાં કોવિશિલ્ડ વેક્સિનના 80 હજારથી વધુ ડોઝ સુરત પાલિકાને અપાયા હતા. અત્યાર સુધીમાં 43,688 લોકોને વેક્સિન મૂકવામાં આવી છે. જેમાં 26,751 હેલ્થ વર્કર અને 16,947 ફ્રન્ટલાઈન વર્કરને વેક્સિન મુકવામાં આવી છે.

કોવિશિલ્ડ વેક્સિનની સાથે સાથે હવે કોવેક્સિનના ડોઝ પણ હવે પાલિકાને આપવામાં આવ્યા છે. સોમવારે કુલ 15,000 કોવેક્સિનના ડોઝ મળ્યા હતા. સોમવારે વધુ 1636 લોકોને વેક્સિન મૂકાઇ હતી. જેમાં જેમાં 523 હેલ્થ વર્કર તેમજ 100 પોલીસ કર્મચારીઓ અને પાલિકાના 1013 ફ્રંટલાઈન કર્મીઓ સહિત 1636 લોકોને વેક્સીન મુકાઈ હતી. 16 જાન્યુઆરીથી વેક્સિનનો પ્રથમ ડોઝ આપવાની શરૂઆત થઈ હતી. જેથી 28 દિવસ બાદ એટલે કે 13મી ફેબ્રુઆરીથી બીજો ડોઝ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો