કાર્યદર્શન યાત્રા:સુરતમાંથી આમ આદમી પાર્ટીના 1500 કાર્યકરોને દિલ્હીમાં થયેલા વિકાસ કામો જોવા રવાના કરાયા

સુરત2 મહિનો પહેલા
ઉધના રેલવે સ્ટેશનથી કાર્યકરોને રવાના કરાયા હતા.
  • દક્ષિણ, મધ્ય અને ઉતર ગુજરાત ઝોનના જિલ્લા કક્ષાના કાર્યકરોને ટ્રેન મારફતે મોકલાયા

સુરતથી દક્ષિણ ગુજરાતના પદાધિકારીઓને ઉધના રેલ્વે સ્ટેશનથી દિલ્દી જવા રવાના કરાયા છે. 1500 જેટલા કાર્યકરોની ટ્રેનને AAP ના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાળીયાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતું. ત્યારબાદ એ જ ટ્રેન વડોદરા સ્ટેશનથી મધ્ય ગુજરાતના પદાધીકારીઓ સ્થાન લીધુ હતું.

દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં રોકાશે
ગુજરાતના AAP ના દિલ્હી જવા રવાના થયેલા પદાધીકારીઓ દિલ્હીના જુદા-જુદા વિધાનસભા ક્ષેત્રમાં બે દિવસ રોકાશે. ત્યાના દિલ્હી સરકારના ધારાસભ્યો પોતાની વિધાનસભા ક્ષેત્રમાં ચાલતી સરકારી શાળાઓ, સરકારી હોસ્પિટલો, મહોલ્લા ક્લિનિકો અને દિલ્હી સરકાર દ્વારા વિકાસ કરાયેલ કામોની રુબરુ મુલાકાત કરાવશે.

કાર્યકરો વિકાસને સમજશે-ઈટાલિયા
આ પ્રવાસના મુખ્ય હેતુ વિષે જણાવતાં ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, દિલ્હીના સરકારના કામો ગુજરાતના કાર્યકર્તાઓએ મિડીયા, સોશિયલ મીડીયામાં જ જોયા હશે. AAPના ટોચના નેતાઓની વાતોમાં સાંભળ્યા હશે તે કામો ગુજરાતના પદાધીકારીઓ/કાર્યકર્તાઓ રુબરુ નિહાળશે જેનાથી તેઓનો પાર્ટી પ્રત્યેનો વિશ્વાસ વધુ દઢ થશે. તેઓને પોત્સાહન મળશે અને તેઓ રુબરુ નિહાળેલા કામોનો પ્રચાર-પ્રસાર વધુ આત્મવિશ્વાસ સાથે ગુજરાતમાં આવીને ગુજરાત લોકો સમક્ષ રજૂ કરી શકશે.