રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ ગુરુવારે વર્ષ 2022-23નું બજેટ રજૂ કર્યું, જેમાં રાજ્ય સરકારે નવસારી પાસે વાંસી–બોરસી ખાતેની 1000 એકર જમીન પર પીએમ મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન એન્ડ એપેરલ (PM-MITRA) પાર્ક સ્થાપવા માટેના સ્થળની પસંદગી કરી છે અને તેની જાહેરાત પણ અંદાજપત્રમાં કરવામાં આવી છે. આ મેગા પ્રોજેક્ટમાં અંદાજે 150થી વધુ એકમો 25 હજાર કરોડનું રોકાણ કરશે, જેને કારણે 2 લાખ લોકોને રોજગારી મળવાની ગણતરી છે.
આ ઉપરાંત સુરતમાં 2 સરકારી કોલેજ માટેની જાહેરાત સહિતની અનેક જાહેરાતો કરાઈ છે. જોકે, હીરા-ઉદ્યોગ માટે કોઈ જ જાહેરાત કરવામાં ન આવતા વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી.
SVPના રિપોર્ટના આધારે ડેવલપર નિયુક્ત કરાશે
કેટલી રોજગારી, કેટલું રોકાણ?
મેગા ટેક્સટાઈલ પાર્કમાં અંદાજે 150થી વધુ એકમો હશે. જેના દ્વારા 25 હજાર કરોડથી વધારેનું રોકાણ થશે. મેગા ટેક્સટાઈલ પાર્ક સંપૂર્ણ કાર્યરત થઈ જશે ત્યારે 2 લાખથી વધારે લોકોને રોજગારી મળશે.
ડેવલપમેન્ટ કેવી રીતે થશે ?
હવે સરકાર એસવીપી (સ્પેશિયલ વ્હીકલ પર્પઝ) બનાવવામાં આવશે. તેના રિપોર્ટના આધારે મેગા ડેવલપર્સની નિયુક્તિ કરવામાં આવશે. તેના દ્વારા ડેવલપમેન્ટ કરાશે.
જમીન સંપાદન જેવા પ્રશ્નો નહીં નડે
વાંસી-બોરસીમાં 1 કરોડ ચોરસ મીટર જગ્યા છે, જેનો સર્વે નંબર 247 છે. એક જ સર્વે નંબર છે અને તેની માલિકી સરકારની છે. પાર્ક માટેની જોગવાઈ છે કે, ઓછામાં ઓછી 40 લાખ ચોરસ મીટર જગ્યા હોવી જોઈએ. જેથી પાર્ક માટે આ જગ્યા શ્રેષ્ઠ છે. આ જમીન પર મેગા ટેક્સટાઈલ પાર્ક બનાવવા રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. જમીન સરકારની માલિકીની હોવાથી સંપાદનનો પ્રશ્ન આવશે નહીં.
મેગા ટેક્સટાઈલ પાર્કમાં શું હશે ?
એક અંદાજ પ્રમાણે આ મેગા ટેક્સટાઈલ પાર્કમાં ટેક્સટાઈલના 150 એકમો આવશે. ટેક્સટાઈલના સ્પિનિંગ, વિવિંગ, પ્રોસેસિંગ, ગાર્મેન્ટિંગ અને ટેક્નિકલ ટેક્સટાઈલ સહિતનાં યુનિટોની સ્થાપના કરવામાં આવે તેવી ગણતરી છે.
ચાઈનાને કોમ્પિટિશન આપી શકાશે
મેગા ટેક્સટાઈલ પાર્કને લઈને મોટા પ્રમાણમાં એક્સપોર્ટ થશે. કારણ કે, હાલ વિદેશમાંથી જ્યારે કોઈ કંપની દ્વારા કાપડનો ઓર્ડર આપવામાં આવે છે ત્યારે એક સરખી ક્વોલિટીનું કાપડ બની શકતું નથી, પરંતુ આ મેગા ટેક્સટાઈલ પાર્કમાં નવી ટેક્નોલોજી સાથે મશીનરી સ્થપાશે જેના કારણે એક સરખી ક્વોલિટીના કાપડનું ઉત્પાદન થશે. ચાઈનાને કોમ્પિટિશન આપી શકાશે. પાર્ક સંપૂર્ણ કાર્યરત થયા પછી 2 લાખ લોકોને રોજગારી મળશે.
ટેક્સટાઈલ પોલિસી માટે 1450 કરોડ, 80 ટકા લાભ સુરતને
ચેમ્બર પ્રમુખ આશિષ ગુજરાતી કહે છે કે, ‘પીએમ–મિત્રા પાર્કને પગલે ભવિષ્યમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં 25 હજાર કરોડનું રોકાણ આવી શકે છે. બજેટમાં ટેકસટાઇલ ક્ષેત્રે આસિસ્ટન્ટ ટુ સ્ટ્રેન્ધેન સ્પેસિફીક સેકટર્સ ઓફ ટેકસટાઇલ વેલ્યુ ચેઇન– 2019 સ્કીમમાં આ વર્ષ માટે 1450 કરોડની ફાળવણી છે. આ ઉપરાંત રાજ્ય સરકારની MSME ઇન્સેન્ટિવ સ્કીમમાં 1360 કરોડની ફાળવણી છે. સૌથી વધુ ટેકસટાઇલ એકમો દક્ષિણ ગુજરાતમાં છે. તદુપરાંત ગુજરાતના કુલ MSMEમાંથી 48 ટકા માત્ર દક્ષિણ ગુજરાતમાં છે. આથી દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોને આ બજેટથી સૌથી વધુ લાભ થવાની શકયતા છે.
બજેટમાં વિવિધ જાહેરાતો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.