150 પરિવારોમાં રોષનો માહોલ:કોયલી ખાડી રિક્ન્સ્ટ્રક્શનથી 150 પરિવારો બેઘર બનશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૈક્લ્પિક આવાસ વિના ડિમોલિશનની સૂચના

ભાઠેનામાં કોયલી ખાડીના રિ-કન્સ્ટ્રક્શનની ચાલી રહેલી કામગીરીમાં નડતરરૂપ 150 કાચા-પાકા મકાનનું ડિમોલીશન કરવા હિલચાલ શરૂ થઇ છે. પાલિકાએ વૈકલ્પિક આવાસ આપવાની ના પાડી ડિમોલીશન કાર્યવાહી કરવાની સૂચના આપતા 150 પરિવારોમાં રોષનો માહોલ છે. આગામી દિવસમાં અસરગ્રસ્તો આંદોલનનો માર્ગ અપનાવે તેવી માહિતી મળી છે.

પંચશીલ નગર - ભાઠેનામાં આશરે 28 વર્ષ પહેલા સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના અન્ય વિસ્તારમાંથી સ્લમ વસાહત ડિમોલેશન કરીને પ્લોટ પર પુનઃવસન કરવામાં આવ્યું હતું. આ પ્લોટની બાજુમાં કોયલી ખાડી પસાર થાય છે. કોયલી ખાડી પર હાલ ખાડી રિ - કન્સ્ટ્રકશનનું કાર્ય પ્રગતિ હેઠળ થઈ રહ્યું છે. આ ખાડી રિ - કન્સ્ટ્રકશનનાં કામમાં લાઈન દોરીમાં આવતા આશરે 150 પરિવારોનાં મકાનને લીંબાયત ઝોન દ્વારા વૈકલ્પિક આવાસ નહી મળે એવી મૌખિક ધમકી આપી છે. જેથી આશરે 150 પરિવારજનો બેઘર થવાનો ભય છે.

સ્થાનિક પૂર્વ નગરસેવક અસલમ સાયકલવાલાએ જણાવ્યું કે, ભૂતકાળમાં ખાડી કિનારે રોડની કામગીરીમાં ડિમોલીશનમાં ગયેલા મકાન સામે વૈકલ્પિક આવાસો અસરગ્રસ્તોને અપાયા હતા ત્યારે આ કેસમાં અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ મળવા જોઇએ. પાલિકા ન આપશે તો ગરીબ પરિવારનો હિતમાં આગામી દિવસમાં પાલિકા કચેરીએ મોરચો લઇ જવાશે.

અન્ય સમાચારો પણ છે...