સુરતમાં સગીરા પર દુષ્કર્મ:15 વર્ષની કિશોરીને બે પાડોશીએ હવસનો શિકાર બનાવી; એક વિધર્મીએ વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી કરી

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પેટમાં દુ:ખાવો થતાં તપાસમાં ગર્ભ હોવાનું ખૂલતાં ફરિયાદ
  • હોસ્પિટલના પરિક્ષણમાં અઢી માસનો ગર્ભ નીકળ્યો, તબીબે પોલીસને જાણ કરતાં 1ની ધરપકડ
  • એક બળાત્કારી ઘર ખાલી કરીને ગયો તો ભાડે રહેવા આવેલા બીજા પાડોશીએ પણ શિકાર બનાવી

પુણાગામની 15 વર્ષની કિશોરી સાથે તેની પડોશમાં જ રહેતા બે નરાધમો દ્વારા અલગ અલગ સમયે બળાત્કાર ગુજારી ગર્ભવતી કરવાની ઘટના સામે આવી છે. જેમાં પેટના દુખાવા સાથે તબીબી પરિક્ષણ માટે ગયેલી કિશોરીને અઢી માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું . જેમાં હોસ્પિટલના તબીબે જ પોલીસને આ ઘટના બાબતે જાણ કરતાં ગુનો નોંધાયો હતો. જેમાં પોલીસે એક નરાધમની ધરપકડ કરી છે.

પાડોશીએ મિત્રતા કરી દુષ્કર્મ આચર્યું
પુણા પોલીસ દ્વારા મળેલી માહિતી મુજબ પુણાગામમાં રહેતી 15 વર્ષીય કિશોરી સાથે તેની પાડોશમાં રહેતા જ અજય સોનીએ તેની સાથે મિત્રતા કેળવી હતી. આરોપી અજય સોની કિશોરીને મિત્રતાના નામે ભોળવીને એક હોટલમાં લઇ ગયો હતો. જ્યાં નરાધમ અજય સોનીએ કિશોરી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. તેના થોડાક સમય બાદ નરાધમ અજય સોની આ ઘર ખાલી કરીને શહેરમાં અન્ય સ્થળે રહેવા જતો રહ્યો હતો.

વિધર્મીએ પણ વારંવાર રેપ કર્યો
આરોપી અજય સોનીના જવા બાદ તે રૂમમાં યુસુફ શેખ નામનો શખ્સ ભાડેથી રહેવા આવ્યો હતો. નરાધમ યુસુફ શેખે પણ કિશોરી રૂમમાં બોલાવી પરિચય કેળવ્યો હતો. જોકે કિશોરી નરાધમ યુસુફ શેખને અંકલ તરીકે સંબોધિત કરતી હતી. પરંતુ નરાધમે આ સંબંધની લાજ રાખ્યા વિના કિશોરી પર વારંવાર રેપ ગુજાર્યો હતો.

સગીરાને પેટમાં દુખાવો ઉપડતા ભાંડો ફૂ્ટયો
એક દિવસ અચાનક કિશોરીને પેટમાં દુખાવો થતાં પરિવાર તબીબી તપાસ માટે હોસ્પિટલ લઈ ગયો હતો,જ્યાં તેને અઢી મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. ડોકટરે પોલીસને જાણ કરી હતી. પરિવારે કિશોરીને પૂછતાં બંને નરાધમનો ભાંડો ફુટી ગયો હતો. બંને નરાધમ મજૂરી કરે છે. પુણા પોલીસે અજય અચ્છેલાલ સોની અને યુસુફ અહેમદ શેખ(બન્ને રહે,પુણાગામ,મૂળ રહે,યુપી)ની સામે બળાત્કાર અને પોક્સો હેઠળ ગુનો નોંધી નરાધમ યુસુફની ધરપકડ કરી છે.

દિવાળીમાં નરાધમ સગીરાને હોટલ લઈ ગયો હતો
કિશોરીના નજીકમાં ભાડાના રૂમમાં રહેતા અજય સોનીએ તેની સાથે મિત્રતા કેળવી હતી. વર્ષ 2021માં દિવાળીના સમયે આરોપી અજય સોની યોગીચોક ગાર્ડન પાસે એક હોટલમાં લઇ ગયો હતો. જ્યાં તેણે કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો.આરોપી અજય રૂમ ખાલી કરીને જતો રહેતા તેના સ્થાને આવેલા આરોપી યુસુફ શેખે પણ તેને અંકલ કહેનારી કિશોરી સાથે વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.