તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:ટેક્સટાઈલમાં 100 કરોડનો ધંધો કરનારને 15 % સબસિડી

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પિયુષ ગોયલ અને કાપડ મંત્રી દર્શના જરદોશે એક્સપોર્ટ‌ર્સ સાથેની મિટિંગમાં જાહેરાત કરી

ટેક્સટાઈલ સાથે જોડાયેલા એક્સપોટર્સો એક્સપોર્ટ વધારે તે માટે દિલ્હી ખાતે કાપડ અને કોમર્સ મંત્રી પિયુષ ગોયલ અને રાજ્ય કક્ષઆના ટેક્સટાઈલ મંત્રી દર્શના જરદોશે એક્સપોટર્સો સાથે લોકલ ગોસ ગ્લોબલ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે દેશમાં બનનારા 7 મેગા ટેક્સટાઈલ પાર્કની જલ્દી જ જાહેરાત કરવાની ખાત્રી આપી હતી. સાથે સાથે તેમણે પ્રોડક્ટ લિંકેજ ઈન્સેન્ટીવ (પીએલઆઈ) મંજૂરી આપવા માટે કહ્યું હતું.

ટેક્સટાઈલમાં 4 બિલિયન ડોલરનું એક્સપોર્ટ થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. ત્યારે કાપડ ઉદ્યોગમાં ઉત્પાદન વધી શકે અને તેનું એક્સપોર્ટ થાય તે માટે બંને મંત્રીઓ દ્વારા મિટિંગનું આયોજન કરાયુંુ હતું. આ કાર્યક્રમમાં સુરતમાંથી સિન્થેટિક રેયોન પ્રમોશન કાઉન્સિલના સભ્યો જોડાયા હતાં. તેમના જણાવ્યા પ્રમાણે સરકાર દ્વારા એમએસએમઈ એકમોને પ્રોત્સાહન આપવા માટે પીઆઈએલ સ્કિમ જાહેર કરાઈ છે.

જે અંતર્ગત 100 કરોડ સુધીનું ટર્નઓવર કરનાર એકમોને 15 ટકા સબસિડી આપવાની જાહેરાત કરાઈ છે. જેના માટે ઝડપથી મંજૂરી આપવાની સાથે સાથે કેન્દ્રિય બજેટમાં દેશમાં 7 ટેક્સટાઈલ પાર્ક યોજના હેઠળ બનાવવાની જાહેરાત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...