વતન વાપસી:1031 ટ્રેનમાં 15 લાખ શ્રમિકોને વતન પહોંચાડાયા

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્ર અને ગુજરાત સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યો હોવા છતાં, પશ્ચિમ રેલ્વેએ આ રાજ્યોમાં તેમની સેવાઓ ચાલુ રાખી લાખો પરપ્રાંતિય મજૂરોને તેમના વતનમાં મોકલવા માટે શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો ચલાવી 15 લાખ લોકોને માદરે વતન પહોંચાડ્યા હતા. પાર્સલ વિશેષ સેવાઓ દ્વારા દેશના વિવિધ ભાગોમાં જરૂરી સામગ્રીને પરિવહન કરવાની પ્રક્રિયા પણ ચાલુ છે. પશ્ચિમ રેલ્વે દ્વારા અત્યાર સુધીમાં આશરે 15 લાખ પરપ્રાંતિય મજૂરો અને તેમના પરિવારોને તેમના વતન જવા માટે વિવિધ સ્થળોએથી 1031થી વધુ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા યુપી,બિહાર,ઝારખંડ,ઓરિસ્સા,પ.બંગાળ અને કેરળ સહિતના રાજ્યો માટે શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવી ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...