સિટીલાઇટમાં શુક્રવારે રાત્રે બનેલી ઘટનામાં કાપડ વેપારીની કારને આંતરી 3 લૂંટારૂઓએ વેપારીની આંખમાં મરચાંની ભૂકી નાખી 15.25 લાખની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા. સિટીલાઇટ ચંદન પાર્ક સોસાયટીમાં રહેતા અને એફવાયબીકોમમાં અભ્યાસ કરતા 18 વર્ષીય યશ જેઠાનંદ અબુરાની તેના નાના સાથે ડ્રેસ મટીરીયલ્સની દુકાનમાં મદદ કરે છે.
શુકવારે રાત્રે દુકાન બંધ કરી યશ નાના સાથે કારમાં ઘરે આવવા નીકળ્યા હતા. રસ્તામાં સિટીલાઇટ તીર્થ સ્ટુડિયોની સામે 3 લૂટારૂઓ મોપેડ પર આવી કારને આંતરી હતી. 3 પૈકી એક બદમાશે યશની આંખમાં મચ્ચાની ભૂકી નાખી ઝપાઝપી કરી હતી. જયારે બીજા સાગરિતે નાનાજીનો દરવાજો ખોલી તેમની આંખમાં પણ મરચાની ભૂકી નાખી દીધી હતી. જયારે ત્રીજા લૂંટારૂએ પાછળનો દરવાજો ખોલી બે બેગોમાં જેમાં એક બેગમાં 25 હજારની ધંધાના વકરાની રોકડ અને બીજી બેગમાં 15 લાખની રોકડ હતી. 15.25 લાખની રોકડની લૂંટ કરી ત્રણેય બભાગી નીકળ્યા હતા.
વેપારીએ પોલીસને જાણ કરવાને બદલે તેના પિતાને ફોન કરી જાણ કરી હતી. વેપારીએ ઘરે જઈ બાદમાં એકાદ કલાક પછી ઉમરા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા આવ્યા હતા. ઉમરા પોલીસે લૂંટની ફરિયાદ લઈ સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે.
રોકડ વિશે જાણભેદુએ ટીપ આપ્યાની શંકા
વેપારી પાસે 15 લાખની રોકડ દુકાન વેચાણની આવી હતી. વેપારીની સલાબતપુરાની દુકાનના સોદો પેટ 15 લાખ રૂપિયા આવ્યા હતા. 15 લાખની લૂંટ થઈ હોવા છતાં વેપારીઅ માત્ર ડોક્યુમેન્ટો ગયા હોવાની વાત પોલીસને કરી હતી. વેપારી પાસે 15 લાખ હોવાની લૂંટારુઓને ટીપ કોઇ જાણભેદુએ આપ્યા હોવાની પોલીસને આશંકા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.