અરજી:લેબગ્રોન હીરાની રફ બનાવવા 15 ઉદ્યોગપતિએ વીજજોડાણ માંગ્યાં

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલ શહેરમાં 6 મોટા યુનિટો લેબગ્રોન હીરા બનાવે છે

લેબગ્રોન ડાયમંડની માંગ વધતા સુરતમાં 15 હીરા ઉદ્યોગપતિઓએ યુનિટ શરૂ કરવા ડિજીવીસીએલ પાસે વીજકનેક્શન માટે અરજી કરી છે. લેબગ્રોનમાં બે પ્રકારના ડાયમંડનું લેબમાં ઉત્પાદન થાય છે. એચપીએચટી (હાઈપ્રેશનર હાઈટેમ્પ્રેચર) અને સીવીડી (કેમિકલ વેપર ડિપોઝિશન) એચપીએચટી હીરાની રફ ચાઈના સહિત અલગ અલગ દેશમાંથી આયાત કરવામાં આવે છે.

જ્યારે સીવીડી હીરાની રફનું ઉત્પાદન સુરતમાં પણ ધીમે ધીમે શરૂ થઈ રહ્યું છે. જો કે, ઉત્પાદનમાં વીજળી ખુબ જ મોટો ભાગ ભજવે છે. શહેરના ઉદ્યોગપતિઓએ લેબગ્રોનની રફ બનાવતા યુનિટો શરૂ કર્યા છે. હાલમાં 6 મોટા યુનિટો કાર્યરત છે. ત્યારે અન્ય 15 ઉદ્યોગકારોએ પણ યુનિટો શરૂ કરવા માટે ડિજીવીસીએલ (દક્ષિણ ગુજરાત વિજ કંપની લીમીટેડ) પાસેથી વિજળીના કનેક્શન માંગવામાં આવ્યા છે.

લેબગ્રોનના ઉત્પાદનમાં 35% કોસ્ટિંગ વીજળીનું
સુરતમાં હાલ 6 મોટા લેબગ્રોન ડાયમંડ ઉત્પાદકો છે. જ્યારે અન્ય હીરા વેપારીઓએ વીજ કનેક્શન માટે ડિજીવીસીએલમાં અરજી કરી છે. લેબગ્રોન ડાયમંડના ઉત્પાદન કરનાર એક મશીનનું મહિનામાં દોઢ લાખ સુધી વીજ બીલ આવે છે. સુરતમાં હાલ 2 હજારથી વધારે મશીનો છે. લેબગ્રોન ડાયમંડની રફના ઉત્પાદનમાં 35 ટકા જેટલું કોસ્ટિંગ માત્ર વિજળીનું હોય છે.

અન્ય સમાચારો પણ છે...