ભાવ વધારો:કાપડમાં પ્રોસેસિંગ ચાર્જ બાદ હવે પેકેજિંગમાં 15%નો વધારો

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેક્સટાઇલના વેપારમાં તેજી પરંતુ પેકેજિંગ, પ્રોસેસિંગ અને ટ્રાન્સપોર્ટમાં ભાવ વધતાં ટ્રેડર્સનો નફો ધોવાઈ જવાની ભીતિ

ટેક્સટાઇલમાં પ્રોસેસિંગમાં વપરાતા કોલસા સહિતના મટીરીયલ્સમાં વધારો થવાને કારણે પ્રોસેસર્સે જોબ ચાર્જમાં વધાર્યો છે. ત્યારે બીજી તરફ પેકેજિંગ ઈન્ડસ્ટ્રીએ પણ 10થી 15 ટકા સુધી ભાવ વધારો કર્યો છે. ટેક્સટાઈલના અલગ અલગ ઘટક દ્વારા ભાવ વધારો કરાતાં ટ્રેડર્સ નફો નહીંવત થવાનો મત વ્યક્ત કર્યો છે. કોરોનાની બીજી લહેર બાદ ઉદ્યોગ પાટા પર ચડી રહ્યો છે ત્યારે હવે ટેક્સટાઈલના અલગ અલગ ઘટકોના ભાવ વધારાને કારણે ટ્રેડર્સોની મુશ્કેલીમાં વધી છે. વેપારીઓએ દિવાળીની સાથે સાથે લગ્નસરાની સિઝન માટેની પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

રોજના 350 ટ્રક ભરીને કાપડની ડિલિવરી અલગ અલગ રાજ્યોમાં કરવામાં આવી રહી છે. ત્યાં કમાણી સામે અવરોધરૂપ પ્રોસેસિંગ ચાર્જની સાથે પેકેજિંગ ચાર્જનો પણ વધારો સામે આવ્યો હોવાનો કાપડના વેપારીઓ થોડી હતાશા અનુભવી રહ્યાં છે. ટેક્સટાઈલ વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ કહી રહ્યા છે કે, આ વર્ષે ગત વર્ષ કરતા વેપાર વધારે છે, પરંતુ પ્રોસેસિંગ, પેકેજિંગ અને ટ્રાન્સપોર્ટ સહિતમાં ભાવ વધારો થવાને કારણે વેપારીઓનો નફો ધોવાઈ જશે.

બધુ મળીને 50 ટકાથી વધુનો વધારો થયો
ફોસ્ટાના ડિરેક્ટર રંગનાથ શારડા કહે છે કે, ‘હાલ ટેક્સટાઈલ માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ પ્રોસેસિંગના 10થી 20 ટકા, ટ્રાન્સપોર્ટ ચાર્જમાં 20 ટકા અને પેકેજિંગ ચાર્જનાં 15 ટકાના વધારાને કારણે ટ્રેડર્સોને નફો ઓછો થવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...