ઠગાઈ:15 કરોડ ઉસેટી લેનારે ગુજરાતી ફિલ્મમાં રૂ.30 લાખ રોક્યા હતા

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ફિલ્મ પૂર્વે રાજુ નામના પ્રોડ્યુસરની 1200 લોકો સાથે ઠગાઈ
  • CID ક્રાઇમ રાજકોટના પ્રોડ્યુસરની તળિયાઝાટક તપાસ કરશે

સુરત સીઆઇડી ક્રાઇમે 15 કરોડની ચીટીંગમાં લેભાગુ કંપનીના 4 ડિરેક્ટરોની ધરપકડ કરી હતી. હાલમાં ચારેય પોલીસ રિમાન્ડ પર છે. ડિરેક્ટરોએ ગુજરાતી ફિલ્મમાં 30 લાખનું રોકાણ કર્યુ હોવાની વાત પોલીસને જણાવી છે. ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર રાજુએ આરોપી ડિરેક્ટરોને 10 ટકા ભાગીદાર બનાવવાની વાત કરી હતી. કોર્ટે તમામને 17મી તારીખ સુધીના પોલીસ રિમાન્ડ આપ્યા હતા.

પ્રોડ્યુસરે ડિરેક્ટરો પાસેથી 30 લાખની રકમ લઈ જે ગુજરાતી ફિલ્મ બનાવવાની વાત કરી તે પણ બંધ થઈ ગઈ હતી. પ્રોડ્યુસર રાજુ બીલીમોરામાં ગુજરાતી ફિલ્મનું શૂટીંગ માટે આવ્યો ત્યારે ડિરેક્ટરોના સંપર્કમાં આવ્યો હતો. તે સમયે પોડ્યુસરના ભાગીદારે ફિલ્મમાંથી હટી જતા ગુજરાતી ફિલ્મનું શૂટીંગ અટકી ગયું હતું.

આગામી દિવસમાં સીઆઈડી ક્રાઇમ રાજકોટના પ્રોડ્યુસર રાજુની 30 લાખની રકમ બાબતે પૂછપરછ કરશે. પકડાયેલા ડિરેક્ટરોમાં નરેશ ભીખુ પટેલ, પ્રકાશ રમેશ પટેલ, સંદીપ મનુ પટેલ અને પ્રજ્ઞેશ હરિલાલ પટેલે વર્ષ 2010થી વીમા ઉતારવાની કંપનીમાં રોકાણથી શરૂઆત કરી હતી.

ર્ષ 2011માં વીમા કંપની બંધ થતા 4 ડિરેક્ટરોએ રોકાણકારો અને એજન્ટો પાસેથી મેળવેલી કરોડોની રકમ અન્ય લોભામણી સ્કીમો રોકાણ કરી હતી. ઠગ ટોળકીએ લાઇફ ટાઇમ ગૃપ નામની લેભાગુ કંપની ખોલી હતી. ચીટર ટોળકીએ 1200 લોકો પાસેથી 15 કરોડની રકમ પડાવી હતી.

આરોપી પ્રકાશ પટેલ અને નરેશ પટેલ બિલીમોરામાં વર્ષ 2017માં ચીટિંગમાં પકડાયો હતો. પ્રજ્ઞેશ પટેલ અને સંદીપ વિવિધ ગુનામાં પકડાયા હતા. આ ટોળકીનો માત્ર બિલીમોરાના રોકાણકારો ભોગ બન્યા છે. લાઇફ ટાઇમ ગ્રુપે પેન્શન, ફિક્સ ડિપોઝીટ, મંથલી ઈન્કમ પ્લાન, જેવી જુદી જુદી લોભામણી સ્કીમો ખોલી હતી.

અન્ય સમાચારો પણ છે...