તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:મોટા વરાછામાં જુગાર રમતા 15ની ધરપકડ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોટા વરાછા પ્લેટિનિયમ પ્લાઝામાં બીજા માળ ગોપાલ વલ્લભ જાવીયા પોતાની ઓફિસમાં જુગાર રમાડી રહ્યો હોવાની બાતમી અમરોલી પોલીસને મળી હતી. બાતમીના આધારે મંગળવારે સાંજે અમરોલી પોલીસે પ્લેટિનિયમ પ્લાઝાની ઓફિસમાં છાપો મારી જુગાર રમી રહેલા 15 જુગારીઓને પકડી પાડ્યા હતા. પોલીસે આ જુગારી પાસેથી દાવના રૂ.19,900 તથા અંગ ઝડતી મા 83,300 તેમજ મોબાઇલ ફોન મળી કુલ રૂ.1.60,700નો મુદ્દામાલ કબજે લીધો છે. જ્યારે ઓફિસ માલિક ગોપાલ જાવીયા નાસી છુટતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...