લોકોમાં રોષ:સુરતમાં પાંડેસરા વડોદ ગામના રસ્તા ઉપર 15-20 ફૂટ ઊંડો ભુવો પડતા પાલિકા દોડતી થઈ

સુરતએક મહિનો પહેલા
7×7નો ભુવો પડ્યો.
  • મસમોટો ભુવો પડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો

સુરત શહેરના પાંડેસરા વડોદ ગામના રસ્તા ઉપર 7×7નો 15-20 ફૂટ ઊંડો ભુવો પડતા પાલિકા દોડતી થઈ ગઈ હતી. શહેરમાં ખાડા બાદ ભુવો પડતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રોડની વચ્ચોવચ પડેલા ભુવાને લઈ પાલીકાએ ચુપકીદી સેવી લીધી છે.

અચાનક રસ્તો બેસી જતા લોકો આશ્ચર્યમાં પડી ગયા
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ભરબપોરે પાંડેસરા વડોદ ગામ તરફ જતા રોડ પર મસમોટો ભુવો પડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અચાનક રસ્તો બેસી જતા લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. તાત્કાલિક સ્થાનિક લોકોએ પાલિકાના અધિકારીઓને જાણ થતાં ભાગમ ભાગ થઈ ગઈ હતી.

ભુવા ફરતે લોખંડની બેરક મૂકી દેવાય
લોકોએ વધુમાં જણાવ્યું હતું કે સતાધારી પક્ષના સ્થાનિક નેતાઓ લોકોને મળતી પ્રાથમિક સુવિધામાં આપવામાં નિષ્ફળ ગયા હતા. આખા શહેરમાં ખાડાઓ બાદ હવે મસમોટા ભુવો પડી રહ્યા છે. જેની પાછળ પાલિકાની નિષ્ક્રિયતા સાબિત થાય છે. વડોદ ગામના રસ્તા ઉપર પડેલો ભુવો 7×7નો અને 15-20 ફૂટ ઊંડો હોય એમ કહી શકાય છે. જોકે હાલ તત્કાલિક પાલિકાના અધિકારીઓ અને કોર્પોરેટર દોડી આવ્યા છે. ભુવાની ચારેય બાજુ સુરક્ષા ગાર્ડ સમાન લોખંડની બેરક મૂકી દેવાય છે.