છેતરપિંડી:KYC અપડેટના નામે વેપારીની પત્નીના ક્રેડિટકાર્ડમાંથી 1.47 લાખ ઉપાડી લેવાયા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ‘હું SBIમાંથી બોલું છું, તમારા ક્રેડિટકાર્ડની માહિતી અપડેટ કરવાની છે’
  • વિશ્વાસ કેળવવા માટે ઠગોએ SBIના લોગોવાળી લિંક મોકલી હતી

હાલમાં વેસુ વિસ્તારની નંદીની સોસાયટીમાં રહેતા અને અગાઉ ડુમસ રોડ પર આવેલા અવધ કોપર સ્ટોન રેસિડન્સમાં રહેતા મુખવાસના વેપારીની પત્નીના ક્રેડિટ કાર્ડમાંથી અઢી મહિના પહેલાં 1.47 લાખની રકમ ઉપડી ગઈ હતી.

મહિલાને ‘એસબીઆઈમાંથી બોલું છું, તમારા ક્રેડિટ કાર્ડની કેવાયસી અપડેટ કરવાની છે’ એમ કહી ઠગ ટોળકીએ કોલ કરીને ફોર્મની લિંક મોકલી હતી. ત્યાર બાદ તેમના કાર્ડમાંથી 1.47 લાખ ઉપાડી લેવાયા હતા. આ અંગે 34 વર્ષીય નિમીષા ઠક્કરે ડુમસ પોલીસમાં ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે ચીટીંગ અને આઈટી એકટનો ગુનો નોંધ્યો છે.

હું એસબીઆઈમાંથી બોલું છું, તમારા ક્રેડિટ કાર્ડની કેવાયસીની માહિતી અપડેટ કરવાની છે. તમારે એક ફોર્મ ભરવું પડશે, એમ જણાવી ફોર્મની લિંક મોકલી હતી. આથી મહિલાએ ફોર્મની લિંક ઓપન કરતાં તેમાં સ્ટેટ બેંકનો લોગો પણ જોવા મળ્યો હતો. જેથી મહિલાએ વિશ્વાસ રાખી નામ, મોબાઇલ નંબર, જન્મતારીખ અને રિઝનમાં ક્રેડિટ કાર્ડ અપડેટ સિલેકટ કરી સબમીટ કરી હતી.

31 ઓગસ્ટે મહિલાએ એસબીઆઈ ક્રેડિટ કાર્ડની એપ્લિકેશન ઓપન કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ઓપન થઈ ન હતી. આથી મહિલાએ મેઇલ ચેક કરતાં ક્રેડિટ કાર્ડમાંથી ઓનલાઇનના 2 ટ્રાન્ઝેક્શનો થયાં હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં 30 ઓગસ્ટે રૂ.50825 અને રૂ.96615 મળી 1.47,440ની રકમ ક્રેડિટકાર્ડમાંથી ઉપડી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...