એજ્યુકેશન:નર્મદ યુનિ.માં 12 વિદ્યાશાખાના 40 વિષયમાં પીએચડીના 1464 ઓનલાઇન ફોર્મ ભરાયાં

સુરત16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મેડિકલ ફેકલ્ટીના 5 વિષયમાં એકપણ ફોર્મ નહીં, 20 ઓક્ટોબરે ઓનલાઈન પરીક્ષા લેવાશે
 • સૌથી​​​​​​​ વધુ 226 ફોર્મ કોમર્સ, એકાઉન્ટન્સી, સ્ટેટેસ્ટિક્સ, ઇકોનોમિક્સ અને બેન્કિંગનાં ભરાયાં

વીએનએસજીયુમાં પીએચડીના ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ થઈ છે. તેવામાં જ યુનિવર્સિટી 12 ફેકલ્ટીના 40 વિષયમાં 1464 ઓનલાઇન ફોર્મ ભરાયા છે. જેમાં સૌથી વધારે 226 ઓનલાઇન ફોર્મ કોમર્સ, એકાઉન્ટન્સિ,સ્ટેટેસ્ટિક્સ, ઇકોનોમિક્સ અને બેન્કિંગમાં ભરાયા છે.

જ્યારે સૌથી ઓછી એક એક ઓપ્ટોમેટ્રી, એનેસથેસિયોલોજી, બાયોકેમેસ્ટ્રી, ફાર્માલોજી અને એનાટોમીમાં ભરાય છે. તે સાથે 192 કેમેસ્ટ્રી,110 એજ્યુકેશન, 98 બાયોસાયન્સમાં, 81 ગુજરાતી, 76 ઇંગ્લિશ, 688 મેથેમેટિક્સ, 65, ઇકોનોમિક્સ, 63 મેનેજમેન્ટ, 53 લો, 52 લાઇબ્રેરી સાયન્સ, 40 હિસ્ટોરી, 35 ફિઝિક્સ, 35 કોમ્પ્યુટર સાયન્સ, 30 હિન્દી, 25 સોશિયોલોજી, 21 ફિઝિયોથેરાપી, 24 ફિઝિયોલોજી, 19 સંસ્કૃત, 14 સ્ટેટેટિક્સ, 14 રૂલર સ્ટડીઝ, 13 એચઆરડી, 11 આર્કિટેક્ચર એન્ડ ડિઝાઇન, 9 જર્નાલિઝમ એન્ડ માસ કોમ, 6 એક્વેટિક બાયોલોજી, 4 કંપેરિટિવ લિટરેચર, 4 પ્બલિક એડમિનિસ્ટ્રેશન, 3 ફિઝિયોલોજી અને 2 કોમ્યુનિટિ મેડિશન વિષયમાં અરજી મળી છે. પાંચ વિષયમાં એક પણ ફોર્મ ભરાયા નથી. જેમાં ફોરેન્સિક મેડિસિન એન્ડ ટેક્સોલોજી, જનરલ મેડિસિન, માઇક્રો બાયો, રેડિયોલોજી અને પેથોલોજીમાં એક પણ ફોર્મ ભરાયા નથી.

પીએચડીના ઓનલાઇન ફોર્મ 10 સુધી ભરી શકાશે
યુનિવર્સિટીએ પીએચડીની પ્રવેશ પ્રક્રિયા પણ ફરી શરૂ કરી છે. યુનિવર્સિટીએ જણાવ્યું છે કે પીએચડી પ્રવેશ ફોર્મ ઓનલાઇન સબમીશન 10 ઓક્ટોબર નિયત કરી છે. વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની વેબસાઇટ પર જઇને રૂ. 800 ટોકન ફી ભરી પ્રવેશ ફોર્મ ભરી શકશે. મંગળવારની સિન્ડિકેટ મિટિંગમાં પીએચડીની એન્ટ્રસ્ટ ટેસ્ટ લેવાનો નિર્ણય કરાયો છે. ઓનલાઇન એન્ટ્રસ્ટ ટેસ્ટ 20 ઓક્ટોબરે લેવાશે. એન્ટ્રસ્ટ ટેસ્ટ પછી પ્રિ-પીએચડી કોર્સ વર્કમાં 50% સ્કોર કરનારાને જ પ્રવેશ આપવા માટેનો નિર્ણય લેવાયાની વાત જણાય છે. કોર્સ વર્કમાં વિદ્યાર્થીઓને રિસર્ચ મેથોડલોજી અને જે તે સબ્જેક્ટ મામલે અભ્યાસ કરાશે.

નેટ-સ્લેટ પાસ કરનારને ટેસ્ટમાંથી મુક્તિ

 • વિદ્યાર્થીઓ ઓનલાઇન પેપર જોવા સાથે પોતે લખેલો જવાબ સાચો છે કે ખોટો? તે પણ તપાસી શકશે
 • પીએચડીની ઓનલાઇન એન્ટ્રસ્ટ ટેસ્ટમાંથી નેગેટીવ માર્કિંગ દૂર કરાયું
 • તમામ વિષયમાં 100 પશ્નો પુછવાની સાથે 50% રિસર્ચ મેથોડોલોજી તથા 50% પ્રશ્ન જે તે વિષયને લગતા પુછાશે
 • પ્રત્યેક્ષ પ્રશ્ન 2 ગુણના હોવાથી કુલ ગુણ 200 રહેશે અને 2 કલાકની ટેસ્ટ રહેશે
 • પ્રશ્ન બહુવિકલ્પ હશે એટલે કે એક પ્રશ્ન અને ચાર જવાબ આપ્યા હશે
 • પાર્સિંગ માર્ક જનરલ કેટેગરી અને ઇડબલ્યુએસ માટે 50 % તથા એસસી, એસટી અને ઓબીસી માટે 45 % રહેશે.
 • નેટ કે સ્લેટ કે પછી ગયા વર્ષે પીએચડીની ઓનલાઇન ટેસ્ટ અપવનારને આ વખતની ટેસ્ટમાંથી મુક્તિ
 • માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમની પીએચડીની એંટ્રસ્ટ ટેસ્ટ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં લેવાશે {એડમિટ કાર્ડ સાથે સરકાર માન્ય ફોટાવાળું ઓખળપત્ર લઈને જવાનું રહેશે.
અન્ય સમાચારો પણ છે...