તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 146 Page Galleys, 151 Saloons Closed, 3300 People In Surat Home Quarantine, More Fines Will Be Levied Wherever Crowds Are Found

કમિશનરનું બ્રિફિંગ:146 પાનના ગલ્લા, 151 સલુન બંધ કરાવ્યા, સુરત આવેલા 3300 લોકો હોમ કોરોન્ટાઇન, જ્યા ભીડ માલૂમ થશે ત્યાં વધારે દંડ ફટકારાશે

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દુકાનો અને પાનના ગલ્લાઓનો સરવે કરવામાં આવી રહ્યો છે,

શહેરમાં શુક્રવારે કોરોનાની સ્થિતિ શું છે, પાલિકા શું કામગીરી કરી રહી છે, હાલ કોરોનાનું સંક્રમણ ક્યાં સુધી પહોંચ્યું છે? તેની માહિતી પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવી છે. વાંચો તેમના જ શબ્દોમાં.
એરપોર્ટ, રેલવે, ચેકપોસ્ટ પરથી આવનાર 3300 લોકોને કોરોન્ટાઇન  કરાયા, 146 પાનના ગલ્લાઓ બંધ કરાવાયા
એરપોર્ટ, રેલવે, રોડ ચેક પોસ્ટ પરથી લોકો શહેરમાં આવી રહ્યાં છે. એરપોર્ટ પરથી બે ડોમેસ્ટીક ફ્લાઈટના પ્રવાસી 56 લોકો આવ્યાં છે તેમને નિયમ મુજબ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. ઉપરાંત રેલવે માંથી 3302 જેટલા લોકો દિલ્હી અને ગોવાથી આવ્યાં છે તેમાંથી 1417 લોકો સુરત બહારના છે. એ તમામ લોકો મળી લગભગ 1723 જણાને કોવિડ-19 એપ ડાઉનલોડ કરવામાં આવી છે અને સ્ક્રિનિંગ કરાયું છે. એ પ્રમાણે કાર્યવાહી અલગ અલગ જગ્યાઓ પર કરવામાં આવી રહી છે. ઉપરાંત સુરતની રોડ પરની ચેકપોસ્ટ પરથી 1576 લોકોને સ્ક્રિનિંગ અને કોરોન્ટાઇન કરવામાં આવ્યું છે. 2064 પાનની દૂકાનો-ગલ્લાઓનો સરવે કરવામાં આવ્યો છે અને 146 પાનના ગલ્લા બંધ કરવામાં આવ્યાં છે તેવી જ રીતે 151 સલુન છે તેમાં ગાઈડલાઈનનું પાલન નહી કરાતું હોય બંધ કરી દંડ કરવામાં આવ્યો છે તેમજ જ્યાં ભીડ થાય છે ત્યાં કડક દંડ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...