વેસુ વીઆઈપી રોડ પર રહેતાં ચિરાગભાઈ પટેલ ઘરે મિઠાઈ બનાવી ઓનલાઇન વેચાણ કરે છે. મિઠાઈ વેચાણ માટે તેઓએ ફેસબુક પર પોસ્ટ મુકેલી છે. 3 ઓગષ્ટે તેમના પર વોટસએપ પર મેસેજ આવતા આર્મી ઓફિસર તરીકે શીવચરણની ઓળખ આપી હતી. અને 30 કિલો મિઠાઈનો ઓર્ડર આપ્યો હતો. 4 તારીખે શીવચરણના સર દિનેશનો કોલ આવ્યો હતો અને 9 હજાર એડવાન્સ કેવી રીતે મોકલું તે બાબતે વાત કરી હતી. આર્મીના નિયમ મુજબ પહેલા 4 રૂપિયા ટ્રાન્સફર કર્યા જે કારખાનેદારના ખાતામાં જમા થયા હતા.
પછી લીંક મોકલી હતી જેના દ્વારા 9 હજાર ખાતામાં કપાયા ત્યાર પછી લીંક ઓપન કરી પૈસા પાછા આવાના ચક્કરમાં બીજા 27 હજાર, 18 હજાર, 43 હજાર અને 2950 ઉપડી ગયા હતા. કારખાનેદારે ડેબિટ કાર્ડનો ફોટો મકોલી આપી ત્યારબાદ ઓટીપી આપતા 5 હજાર, 15 હજાર અને 40 હજાર ઉપાડી લીધા હતા. જેમાં 40 હજારથી એમેઝોનમાં ઓનલાઇન ખરીદી કરી લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.