તાપી ફરી બે કાંઠે વહેશે:ઉકાઇની સપાટી 344 ફૂટને પાર 1.45 લાખ ક્યુસેક પાણી છોડાયું

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડેમ ભયજનક સપાટીથી 1 ફૂટ દૂર
  • ઉપરવાસમાં વરસાદ ધીમો થયો, હથનુરમાંથી 90 હજાર ક્યુસેક છોડાયું

ઉકાઇ ડેમની સપાટી 344 ફૂટને પાર થઇ ગઇ છે. વિતેલા 24 કલાકમાં ઉપરવાસમાં વરસાદ અને મહારાષ્ટ્રના હથનુર ડેમમાંથી 90 હજાર ક્યુસેક પાણી છોડાતા ડેમમાં ઇનફલો વધીને 1.50 લાખ ક્યુસેક થઇ ગયો હતો. ડેમના 11 ગેટ 6 ફુટ ખોલીને પાણી છોડાતા સોમવારે તાપી નદી ફરી બે કાંઠે વહેતી દેખાશે. ડેમ ભયજનક સપાટી 345 ફૂટથી માત્ર 1 જ ફુટ દૂર છે. સાંજે 6 કલાકે ડેમની સપાટી 344.04 ફૂટ અને હથનુરની સપાટી 212.67 મીટર હતીે. છેલ્લા 24 કલાકમાં ઉપરવાસના 21 રેઇન ગેજ સ્ટેશનમાં માત્ર 4.78 મીમી વરસાદ હતો.

લિંબાયતમાં 2 ઈંચ સહિત શહેરમાં પોણો ઈંચ વરસાદ
શહેરમાં રવિવારે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. લિંબાયતમાં 2 કલાકમાં 2 ઇંચ જ્યારે શહેરમાં સરેરાશ પોણો ઇંચ વરસાદ થયો હતો. જ્યારે જિલ્લામાં ઉમરપાડા તાલુકામાં 2 કલાકમાં 4 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકામાં છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. ચોર્યાસી, મહુવા, માંડવી, માંગરોળ તાલુકો કોરોક્ટ રહ્યો હતો. આગામી બે દિવસ શહેરમાં હળવા વરસાદની આગાહી છે. શહેરનો મોસમનો કુલ વરસાદ 61.73 ઇંચ થયો છે.

ઝોન વાઈઝ વરસાદ (ઇંચ)

સેન્ટ્ર્લ0.7
વરાછા-એ0.5
વરાછા-બી0.8
રાંદેર0.5
કતારગામ0.2
ઉધના0.1
લિંબાયત2.1
અઠવા0.3
અન્ય સમાચારો પણ છે...