ડ્રોનનો નજારો:સુરતની વચ્ચેથી પસાર થતી તાપી નદી બે કાંઠે, ઉકાઈમાંથી 1.45 લાખ ક્યુસેક પાણી છોડાતાં કોઝ વેની સપાટી દોઢ મીટર વધી

સુરત20 દિવસ પહેલા
તાપી નદીમાં ઉપરવાસના ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતાં બે કાંઠે નદી વહી રહી છે.
  • કોઝવેની સપાટી દોઢ મીટર વધી 8.75 મીટર થતાં તાપી બે કાંઠે વહેતી થઈ
  • હથનુરમાંથી આઉટફ્લો 24 હજાર ક્યુસેક કરતા આજે પાણી છોડવાની માત્રા ઘટાડાશે

ઉપરવાસમાં વરસાદના વિરામ વચ્ચે 344 ફૂટે પહોંચેલી ઉકાઈ ડેમની સપાટી ફરી નીચે લઇ જવા કવાયત શરૂ કરાઇ છે. સોમવારે સતત બીજા દિવસે ઉકાઇ ડેમમાંથી 1.45 લાખ ક્યુસેક પાણી છોડવાનું યથાવત રખાયું હતું. જેથી કોઝવેની સપાટીમાં દોઢ મીટરનો વધારો નોંધાયો હતો. કોઝવે 8.75 મીટર પહોંચી જતા તાપી પુન: બે કાંઠે વહેતી જોવા મળી હતી.

તાપી ભરપૂર વહેતી હોવાના ડ્રોન કેમેરામાં દ્રશ્યો કેદ થયાં હતાં.
તાપી ભરપૂર વહેતી હોવાના ડ્રોન કેમેરામાં દ્રશ્યો કેદ થયાં હતાં.

ડેમની સપાટી 344 ફૂટ નીચે લઈ જવાશે
ઉકાઈ ડેમમાં ઇનફલો ઘટીને 87 હજાર ક્યુસેક થવા છતાં ડિસ્ચાર્જ સામાન્ય ઘટાડા સાથે 1.39 લાખ હતો. વિતેલા 24 કલાકમાં ઉપરવાસમાં વરસાદ નોંધાયો નથી. આગામી દિવસમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. પાણીની આવક ચાલુ રહેવાની શક્યતાને લઇ સપાટીને 344 ફૂટથી નીચે લઇ જઇ આવક અને જાવક સરખી કરવાની ગણતરી છે.

તાપીમાં નવા નીર આવતાં નયનરમ્ય નજારો સર્જાયો છે.
તાપીમાં નવા નીર આવતાં નયનરમ્ય નજારો સર્જાયો છે.

હળવા વરસાદની આગાહી
હથનુર ડેમની સપાટી 213.28 મીટર અને ડિસ્ચાર્જ 24 હજાર ક્યુસેક છે. સુરતનું તાપમાન 33 ડિગ્રીએ પહોંચી ગયું હતું. લઘુત્તમ તાપમાન 25.4 ડિગ્રી અને નોર્થ-વેસ્ટ દિશાથી 6 કિ.મીની ગતિએ પવનો ફૂંકાયા હતા. આજે શહેરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

તાપી કાંઠે શ્રાદ્ધની વિધી પણ નવા નીર સાથે થઈ રહી છે.
તાપી કાંઠે શ્રાદ્ધની વિધી પણ નવા નીર સાથે થઈ રહી છે.
તાપી નદીમાં ભરપૂર પાણી ને ઉપર બ્રીજ પર વાહનો પૂરપાટ દોડી રહ્યાં છે.
તાપી નદીમાં ભરપૂર પાણી ને ઉપર બ્રીજ પર વાહનો પૂરપાટ દોડી રહ્યાં છે.