પાલિકાની કડકાઈ:BUC વિનાની શહેરની 145 હોસ્પિટલ, મોટા વરાછા અને અડાજણમાં 266 દુકાનો સીલ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાઇકોર્ટની તાકીદને પગલે પાલિકાની કડકાઈ, આજે સરકાર સમક્ષ રિપોર્ટ રજૂ કરાશે

બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ (BUC) તથા ફાયર સેફ્ટી સેફ્ટી વગરની મિલકતો સામે ગુરૂવારે શરૂ કરાયેલી આક્રમક ઝુંબેશમાં પહેલાં દિવસે જ પાલિકાએ મોટા વરાછામાં 170 દુકાનો તથા અડાજણમાં 96 દુકાનો સીલ કરી દીધી છે. આ અભિયાન અંતર્ગત 145 હોસ્પિટલોમાં પણ કાર્યવાહી કરાઇ છે. જોકે હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી પાર્સિયલી અને કમ્પિલિટ સીલિંગ કરાયું છે. શુક્રવારે પાલિકા કમિશનર ગાંધીનગરની સમીક્ષા બેઠકમાં સમરી સાથે હાજર રહેશે. શહેરમાં કુલ 174 હોસ્પિટલો પરવાનગી વગર જ ચાલી રહી હોવાનો રિપોર્ટ પણ રજૂ કરાશે.

અગાઉ કોવિડ હોસ્પિટલોમાં આગની ઘટનાઓ સામે આવતાં હાઇકોર્ટમાં થયેલી રિટ પીટીશનને ધ્યાનમાં રાખી 29 નવેમ્બરે આવી મિલકતોને તાકીદે સીલ મારવા સૂચના અપાઇ હતી. 23 ડિસેમ્બરે કોર્ટમાં સંભવતઃ કાર્યવાહી મુદ્દે સુનાવણી થશે, ત્યારે પાલિકાએ ગુરૂવારે મોટા પાયે સીલ કાર્યવાહી શરૂ કરી હતી. પાલિકાએ કહ્યું કે, શહેરમાં આવી 586 મિલકતો છે. જેમાં આગામી 5 દિવસ સુધી સીલિંગની કાર્યવાહી કરાશે.

કયા ઝોનમાં કેટલી હોસ્પિટલ સીલ?

ઝોનહોસ્પિટલ
સેન્ટ્રલ21
કતારગામ27
વરાછા-એ20
વરાછા-બી12
લિંબાયત21
ઉધના37
રાંદેર7
અઠવા0

મોટા વરાછાના રાધિકા અપટી, અડાજણમાં સ્કારલેટ શોપિંગ સેન્ટરમાં કાર્યવાહી
મોટાવરાછા ટીપી-24 એફપી-41 સ્થિત રાધિકા અપટીમા શોપીંગ સેન્ટર પાસે બીયુસી ન હોવાથી બિલ્ડીંગની 170 દુકાનોને સીલ મારી દેવાયા હતા. આ સાથે જ ટીપી-14 અડાજણમાં એફપી-1પૈકી પ્લોટના સ્કારલેટ શોપીંગ સેન્ટરમાં ગ્રાઉન્ડ ફ્લોરની 48 તથા પ્રથમ માળની 48 દુકાનો મળી 96 દુકાનોને સીલ કરાઇ હતી.

25 હોસ્પિટલોને મુક્તિ મળી
કુલ 199 હોસ્પિટલોને નોટિસ અપાઈ હતી. જેમાં 25 હોસ્પિટલોએ બીયુ મેળવી લીધા હતાં. જ્યારે પાલિકાએ કુલ 145 હોસ્પિટલોને આંશિક સીલ કરી છે.

શહેરમાં કુલ 586 બિલ્ડિંગો સામે તલવાર
શહેરમાં 174 હોસ્પિટલો સહિત કુલ 586 બિલ્ડિંગો સામે કાર્યવાહી શરૂ કરાઇ છે. સરકારે સમરી સાથે પાલિકા પાસે નેક્સ્ટ સ્ટેપ અંગેની તૈયારી પણ માંગી છે.

અન્ય સમાચારો પણ છે...