મેટ્રો રેલ પ્રોજેક્ટ:મેટ્રોનાં સંભવિત કંપનની અસર તપાસવા ચોકથી સ્ટેશન સુધીની 1400 મિલકતોનો સરવે કરાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂટમાં 86 મિલકતો અતિ બિસમાર, સરકારી બિલ્ડિંગો પણ સરવેમાં સામેલ
  • આગામી સપ્તાહથી કામગીરી શરૂ, મિલકતોમાં નુકસાન ન થાય તેથી આગોતરી તૈયારી

મેટ્રો રેલ પ્રોજેક્ટના 6 કીમીના અન્ડરગ્રાઉન્ડ રૂટમાં બોરિંગ કરવા આગામી જાન્યુઆરી સુધીમાં ટનલ બોરિંગ મશીન (ટીબીએમ) લોન્ચ કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. મહાકાય ટીબીએમ મશીન પેટાળમાં બોરિંગ કરતા આગળ વધે ત્યારે હયાત મિલકતોમાં અમુક અંશે કંપન થવાની સ્થિતિએ જીએમઆરસી આગામી સપ્તાહમાં ચોકબજારથી રેલવે સ્ટેશન સુધીની 86 જર્જરિત મળી કુલ 1400 બિલ્ડિંગનું સ્ટ્રક્ચરલ સરવે કરવા જઇ રહી છે. આ સરવેમાં બોરિંગ વખતે આ મિલકતોમાં કોઇ નુકસાન ન થાય તેની આગોતરી તૈયારીના ભાગરૂપે કરાઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.

જીએમઆરસી સુત્રોએ કહ્યું કે, ટીબીએમ લોન્ચિંગ પહેલાં 1400 બિલ્ડિંગ આઇડન્ટીફાઇ કરાઇ છે. સરવેમાં કેટલીક સરકારી બિલ્ડિંગોનો પણ સમાવેશ થાય છે. લોકો સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે, આ ચકાસણી મેટ્રો રૂટ નિર્માણમાં ઉપયોગમાં લેવામાં આવનાર મશીનોની હયાત બિલ્ડિંગો ઉપર ઓછામાં ઓછી અસર પડે તે માટે કરાઇ રહી છે. આ સરવે રિપોર્ટના આધારે ટેક્નોલોજીના સ્તરે જર્જરિત બિલ્ડિંગોને પ્રોટેક્ટ કરાશે.

ફ્રાન્સની ફંડિંગ કંપનીએ રિવ્યૂ મેળવ્યા
મેટ્રો પ્રોજેક્ટને 2200 કરોડ જેટલું ફંડિંગ કરનાર ફ્રાન્સની એજન્સી ફ્રાન્સાઇઝ ડેવલપમેન્ટ કંપનીના પ્રતિનિધિ મંડળે મંગળવારે મેટ્રોની વિવિધ કન્સ્ટ્રક્સન સાઇટની મુલાકાત લઈ ફાયનાન્સ વિભાગના રિવ્યૂ મેળવ્યાં હતાં. એએફડી ટીમની મુલાકાતમાં મેટ્રો નિર્માણ કામગીરી 1 વર્ષ જેટલી ડિલે ચાલી રહી હોવાથી સભ્યોએ સ્થાનિક અધિકારીઓને વેધક પ્રશ્નો કરી બુધવારે ગાંધીનગર ખાતે જીએમઆરસી અધિકારીઓ સાથેની બેઠકમાં સ્પષ્ટતા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...